તખ્તસિંહજી હોસ્પિટલમાં પાર્કિંગના પૈસા માટે લોકોમાં ભારે દેકારો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

તખ્તસિંહજી હોસ્પિટલમાં પાર્કિંગના પૈસા માટે લોકોમાં ભારે દેકારો


ભાવનગર, તા. 29 માર્ચ 2019, શુક્રવાર

ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમીતીએ આપેલ કોન્ટ્રાકટર દ્વારા ઉઘરાવાતી વાહન ફીની વિસંગતતાઓથી દર્દીના સગા કે અન્ય કામ માટે આવતા નાગરીકો પરેશાની ભોગવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

ભાવનગરની ગરીબ અને મધ્યમ વર્ગની જનતાના આરોગ્યની સુખાકારી માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ નિર્માણ પામી છે અને તબક્કાવાર આ બિલ્ડીંગમાં સુધારા-વધારા થતા રહ્યા છે. રોગી કલ્યાણ સમિતિ દ્વારા હોસ્પિટલમાં વાહનોની વ્યવસ્થા જાળવવા કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું જણાયું છે.

પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ કોન્ટ્રાક્ટના માણસો દ્વારા નિયત વાહન ફી લઈ જવાબદારીમાંથી હાથ ઉંચા કરવાની વૃત્તિ ટીકાસ્પદ બની છે. સાથો સાથ હોસ્પિટલમાં સામાન્ય કામ માટે દર્દીના સગા પાસેથી જેટલીવાર વાહન પાર્ક થાય તેટલીવાર ફી વસુલાત કરવામાં આવે છે. તેવી ફરિયાદો ઉઠવા પામી છે.

સામાન્ય રીતે દર્દીના સગાને દવા કે કોઈ જરૂરી ચીજ વસ્તુ ખરીદવા સતત આવન જાવન કરવી પડતી હોય તો શું દરેક વખતે વાહન ફી ચુકવવાની અને વાહન ફી લઈને પણ વ્યવસ્થામાં ક્યા મોટા ચાર ચાંદ લાગી જાય છે અને આ ફી લીધા બાદ પણ એક રૂપિયાની જવાબદારી તો કોન્ટ્રાકટર સ્વિકારવા તૈયાર નથી તો કોન્ટ્રાક્ટર આવી માત્ર ફી જ ઉઘરાવવાની અને તે પણ વાહન વ્યવસ્થા જાળવવા તો વ્યવસ્થા જાળવવા રોગી કલ્યાણ સમીતી ચાર સિક્યુરીટી ગાર્ડ રાખીને પણ જાળવી શકે છે. તેની માટે કોન્ટ્રાક્ટની પણ શું જરૃર છે. તેવા પ્રશ્નો પણ એક તબક્કે ઉઠવા પામ્યા છે. તો બીજી બાજુ આ ઉઘરાવાતી વાહન ફી દાનમાં અપાય છે તો રોગી કલ્યાણ સમિતિ દ્વારા આટલા લાંબા સમયથી આવેલ દાનની રકમનો ક્યો સદઉપયોગ કર્યો તે પણ પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યો છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FEWK83

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages