RTE હેઠળ ધો-1થી 5માં પ્રવેશ માટે તા.5 એપ્રિલથી કાર્યવાહી શરૂ થશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

RTE હેઠળ ધો-1થી 5માં પ્રવેશ માટે તા.5 એપ્રિલથી કાર્યવાહી શરૂ થશે


- સુરત સિટીની 950 સ્કૂલોમાં કેટલા ક્લાસરૂમ છે, કેટલી અને કેવી સુવિધા છે ? વગેરે વિગતોનો થઇ રહેલો સર્વે

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 25 માર્ચ 2019, સોમવાર

સુરત શહેરની ૯૫૦ શાળાઓમાં આગામી ૫ મી એપ્રિલ થી શરૂ થનારી રાઇટ ટુ એજયુકેશન એકટ ( આરટીઇ ) હેઠળ ધો-૧ માં વિનામુલ્યે પ્રવેશ કામગીરી શરૂ થાય તે પહેલાં જ તમામ શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક સર્વે કરાઇ રહયો છે. જેમાં શાળામાં કેટલા વર્ગો,ફેસેલીટી તેમજ અક્ષાંશ-રેખાંશની માહિતી એકઠી કરાઇ રહી છે.

રાજય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામુલ્યે ધો-૧ માં નોન ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવી શકે તે માટે આરટીઇ એકટ અમલમાં આવ્યો છે. જે વિદ્યાર્થીને આ એકટ હેઠળ પ્રવેશ મળે છે,તે વિદ્યાર્થી ધો- ૧ થી લઇને ૮ સુધી વિનામુલ્યે તેના ઘર નજીકની શાળામાં ભણી શકે છે. આ વિદ્યાર્થીની ફી સરકાર ચૂકવતી હોય છે.

આ વર્ષે પણ સુરત શહેરની ૯૫૦ શાળાઓમાં આગામી ૫ એપ્રિલ થી ૨૫ એપ્રિલ સુધીમાં આરટીઇ હેઠળ ફોર્મ ભરી શકાશે. જે તે વિદ્યાર્થીઓને તેના ઘર નજીક થી ત્રણ કિલોમીટરના એરીયમાં આવતી શાળામાં પ્રવેશ મળશે.

શહેરી વિસ્તારમાં કોઇ પણ કેટેગરીના વિદ્યાર્થીના વાલીની વાર્ષિક રૂા.૧.૫૦ લાખ ગ્રામીણ વિસ્તારમાં રૂા.૧.૨૦ લાખ થી ઓછી હોય તેને પ્રવેશ આપવામાં આવનાર છે. ગત વર્ષે ૬૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો. અને ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓએ બોગસ એફીડેવીટ રજુ કરતા તેમના વિરૂધ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાનો હુકમ થયો હતો.

 દરમ્યાન શાળા સંચાલકો આરટીઇ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં લાલીયાવાડી ના કરે તે માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ ૯૫૦ શાળાઓમાં એક સર્વે કરાયો છે. જેમાં શાળામાં ધો-૧ માં કેટલા વર્ગો છે.

કેટલા વિદ્યાર્થીઓ ભણે છે. તેમજ કેવી કેવી સગવડો છે. અને શાળાની અક્ષાંશ- રેખાંશ ની માહિતીઓ એકઠી કરાઇ રહી છે.આરટીઇનું ઓનલાઇન ફોર્મ ભરવાનું છે. જેમાં જે શાળાની પસંદગી કરવાની હોય તે શાળાનું અંક્ષાશ-રેખાંશ રજુ કરવુ જરૂરી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TZrURM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages