નર્મદ યુનિ.ની સેનેટ સભામાં પ્રથમવાર વિડીયોગ્રાફી થશેઃવાહવાહ કરી શકાશે નહી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

નર્મદ યુનિ.ની સેનેટ સભામાં પ્રથમવાર વિડીયોગ્રાફી થશેઃવાહવાહ કરી શકાશે નહી


- મતદારોને પ્રલોભન મળે તેવી ચર્ચા કરી શકાશે નહીઃ ૯ શરતોને આધિન તા.૨૭ માર્ચે સભા યોજવા ચૂંટણી અધિકારી કમ કલેકટરની મંજુરી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019, સોમવાર


વીર નર્મદ યુનિવર્સિટીમાં આગામી ૨૭ મી માર્ચે શરતોને આધીન સેનેટ બેઠક બોલાવવા માટે આજે ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેકટરે મંજુરી આપી દીધી છે. સમ્રગ કામગીરીનું વીડીયો રેકોડીંગ કરવાનું રહેશે. સાથે જ સેનેટ દરમ્યાન કોઇ પણ દરખાસ્ત કે ઠરાવ પર વાહવાહી થઇ શકશે નહીં.

છેલ્લા અઠવાડિયાથી નર્મદ યુનિવર્સિટીમાં સેનેટ સભા યોજાશે કે નહીં તેની શિક્ષણવિદોમાં ચાલી રહેલી ચર્ચાનો આજે અંત આવ્યો છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા સુરત જિલ્લા ચૂંટણી અધિકારીને આગામી ૨૭ મી માર્ચે યોજાનારી સેનેટ બેઠકને લઇને મંજુરી માંગી હતી. આ મંજુરી આપવી કે નહીં ? તે અંગે સુરત જિલ્લા કલેકટરે ચૂંટણી પંચ પાસે સ્પષ્ટતા માંગી હતી. આ સ્પષ્ટતા આવ્યા બાદ આજે સુરત જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એવા સુરત જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલે નવ શરતોને આધીન સેનેટ સભા બોલાવવાની મંજુરી આપી દીધી હતી. 

જેમાં મુખ્ય શરતમાં સમ્રગ બેઠકની વિડીયોગ્રાફી કરવાની રહેશે. તેમજ એજન્ડામાં આર્દશ આચાર સંહિતાનો ભંગ થાય તેવા મુદ્વાનો સમાવેશ કરવાનો રહેશે નહીં. ઠરાવ પાસ કરવા નહીં. માત્ર વાર્ષિક બજેટ, રિપોર્ટ પર કાર્યવાહી થશે.  નવી યોજના, પ્રકલ્પોનો સમાવેશ કરવો નહીં. જે પણ દરખાસ્ત યોજના હશે તેનો અમલ ચૂંટણી પ્રકિયા સંપન્ન થાય ત્યાર પછી જ કરવાની રહેશે. જે પણ દરખાસ્ત મંજુર થશે તેની પ્રસિધ્ધિ કરી શકાશે નહીં. તેમજ બજેટ કે દરખાસ્ત અંગે વાહવાહ કે અભિવાદન કરી શકાશે નહીં. 

આચાર સંહિતાનો ભંગ થાય તેવા કોઇ ઠરાવ કરી શકાશે નહીં. મતદારોને પ્રલોભન અપાય તેવી સભામાં કોઇ ચર્ચા કરી શકાશે નહીં. આમ અલગ અલગ ૯ શરતોને આધીન સુરત જિલ્લા કલેકટરે સેનેટ સભાની મંજુરી આપી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OtGECj

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages