
- મુંબઇ શિફ્ટ થયેલા ટેક્સટાઇલ ટ્રેડર પાસે રૂા.૧૫.૪૪ કરોડની ટેક્સ રીકવરી માટે ભેસ્તાનનો પ્લોટ સિઝ્ડ કરાયો, હરાજી કરાશે
(પ્રતિનિધ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019, સોમવાર
વર્ષો જુના પેન્ડીંગ ટેક્સની વસુલાત માટે રીકવરી સર્વે હાથ ધરવાના સીબીડીટીના આદેશના પગલે આજે સુરત ઇન્કમટેકસ વિભાગે ચાર વર્ષ પહેલા ટેક્સટાઈલ વ્યવસાયીના ૧૫ કરોડના ટેક્સ રીકવરી માટે સિઝ કરેલા પ્લોટની હરાજી કરવાની તજવીજ હાથ ધરી છે.
ચાલુ નાણાંકીય વર્ષના અંતિમ દિવસોમાં સીબીડીટીએ સોંપેલા લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે આયકર વિભાગને પેન્ડીંગ ટેકસની વસુલાત માટે રીકવરી સર્વે હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેના પગલે સુરત ઇન્કમટેકસ વિભાગ દ્વારા આજથી ચારેક વર્ષ પહેલાં સ્ક્રુટીની એસેસમેન્ટની કાર્યવાહી દરમિયાન સુરતના એક ટેક્સટાઈલ વેપારીનો કેસ ખુલ્યો હતો. અધિકારીઓએ સ્ક્રુટીની દરમિયાન ટેક્સટાઈલ ટ્રેડર્સની કુલ રૂ.૧૫.૪૪ કરોડની ટેક્સ રીકવરી કાઢી હતી. જે વિભાગમાં જમા કરાવવા વિભાગ દ્વારા અવારનવાર નોટીસ પાઠવવા છતાં પેન્ડીંગ ટેક્સની વસુલાત થઈ શકી નહોતી.
જેથી ટેક્સટાઈલ સાથે સાથે સુરત છોડીને મુંબઈમાં રીયલ એસ્ટેટમાં ઝંપલાવનાર આ કરદાતાના જમીન રોકાણો સંબંધિત વિગતો મેળવી છે. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ બેંક કર્મચારી બનીને આ કરદાતાના ઘરે જવાથી માંડીને સોશ્યલ મીડીયાના માધ્યમનો ઉપયોગ કરીને કરદાતાની એકથી વધુ સ્થાવર મિલકતો શોધી કાઢીને ભેસ્તાનના એક પ્લોટને સિઝ કર્યો હતો. જેની તા.૨૯ માર્ચે હરાજી કરાશે. પ્લોટની બીડપ્રાઇડ રૂા.૧.૩૪ હોવાનું ઇન્કમટેકસ ખાતાના સૂત્રોએ જણાવ્યું છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ors9yM
No comments:
Post a Comment