નવી દિલ્હી,તા. 25 માર્ચ, 2019, સોમવાર
નાણાં વ્યવસ્થામાં રોકડ ઠાલવવા માટે રિઝર્વ બેન્ક દ્વારા વર્તમાન નાણાં વર્ષમાં ઠલવાનારા નાણાંથી બોન્ડની કિંમતો પર પ્રતિકૂળ અસર પડવાની સંભાવના છે, એમ ડયૂશ બેન્કે જણાવાયું છે. નાણાં વ્યવસ્થામાં રોકડ ઠાલવવા માટે રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં ઘટાડો કરવો જોઈએ અને નહીં કે બોન્ડસની ખરીદી કરવી જોઈએ. કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો છેલ્લે ૬ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો.
ઓપન માર્કટ ઓપરેશન દ્વારા નાણાં વ્યવસ્થામાં એક મર્યાદાથી ઉપર દરમિયાનગીરીથી સરકારી બોન્ડ બજારના માઈક્રો માળખા પર પ્રતિકૂળ અસર પડી શકે છે એમ ડયૂશ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
વ્યવસ્થામાં લાંબા સમય સુધી લિક્વિડિટી જાળવવા આરબીઆઈએ ઓપન માર્કટ ઓપરેશન ઉપરાંત સીઆરઆરમાં ઘટાડાનો વ્યૂહ અપનાવવો જોઈએ. નાણાં વ્યવસ્થામાં નાણાંભીડ હળવી કરવા રિઝર્વ બેન્કે વર્તમાન નાણાં વ્યવસ્થામાં અત્યારસુધી રૂપિયા ત્રણ ટ્રિલિયન જેટલા સરકારી બોન્ડસની ખરીદી કરી છે. આ ઉપરાંત ડોલર - રૂપિયાના વિનિમય દ્વારા પણ રૂપિયાની લિક્વિડિટી વધારવા રિઝર્વ બેન્કે યોજના ઘડી છે.
ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા બોન્ડસની ખરીદી ઉપજનો આંક ભારે ઢાળવાળો બની જાય છે, કારણ કે મોટાભાગની ખરીદી ટૂંકા ગાળા માટેની હોય છે. ડોલર - રૂપિયાના વિનિમયના નિર્ણયને જોતા રિઝર્વ બેન્ક ઓપન માર્કટ ઓપરેશન પર કાપ મૂકશે એવી પણ ચર્ચા થઈ રહી છે.
દેશની લિકિવડિટી સિૃથતિ સાનુકૂળ સ્તરે: નાણાં વ્યવસૃથામાં વધુ રૂ.૩૫૦૦૦ કરોડ ઠલવાશે
નાણાં મંત્રાલય અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે, દેશની લિકિવડિટી સ્થિતિ સાનુકૂળ સ્તરે છે અને રૂપી-ડોલરના વિનિમય કાર્યક્રમને કારણે નાણાં વ્યવસ્થામાં રૂપિયા ૩૫૦૦૦ કરોડનો વધારો થશે.
લિક્વિડિટીની સ્થિતિ હવે સાનુકૂળ છે એમ આર્થિક બાબતોના વિભાગના સચિવ સુભાષ ચન્દ્ર ગર્ગે જણાવ્યું હતું. લિક્વિડિટી વધારવા રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલી રૂપી-ડોલરની વિનિમય યોજના અંગે પુછાતા ગર્ગે જણાવ્યું હતું કે તે એક મજબૂત પગલું છે.આરબીઆઈના સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે, નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટીની સ્થિતિ સાનુકૂળ છે અને રિઝર્વ બેન્ક તેના પર સતત નજર રાખી રહી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UQyIgK
No comments:
Post a Comment