મુંબઈ,તા. 25 માર્ચ, 2019, સોમવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી જ્યારે ચાંદીની ભાવમાં વધ્યા મથાળે ઉછાળો પચાવાઈ રહ્યો હતો. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળ્યા પછી ફરી નીચા આવતા ઉછાળા ઉભરા જેવા નિવડયા હતા. અમેરિકામાં બજેટ ખાધ વધી રેકોર્ડ સપાટીએ પહોંચ્યા પછી હવે ત્યાં ફુગાવાના આંકડા પણ નબળા આવવાની શક્યતા બતાવી રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ રૂ.૬૮.૫૬ વાળા આજે આરંભમાં ૬૯.૦૬ થયા પછી ઉંચામાં ભાવ ૬૯.૧૭ થઈ ત્યાર પછી બજાર ઝડપી નીચી આવી રૂ.૬૯ની અંદર ભાવ ઉતરી રૂ.૬૮.૭૮ થઈ છેલ્લે બંધ ભાવ ૬૮.૯૪ હતા. દરમિયાન બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ઉંચામાં રૂ.૯૧.૨૯ તથા નીચામાં ભાવ રૂ.૯૦.૬૮ થઈ છેલ્લે બંધ રૂ.૯૦.૮૩થી ૯૦.૮૪ હતા. પાઉન્ડના ભાવ ૧૨ પૈસા વધ્યા હતા જ્યારે યુરોના ભાવ ૪ પૈસા ઘટી રૂ.૭૭.૯૪થી ૭૭.૯૫ હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના વધી ઉંચામાં ૧૩૧૯.૪૦ ડોલર થઈઆ સાંજે ભાવ ૧૩૧૮.૮૦થી ૧૩૧૮.૯૦ ડોલર રહ્યા હતા. મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૩૨૦૫૦ વાળા આજે રૂ.૩૨૦૭૦ તથા ૯૯.૯૦ના રૂ.૩૨૧૯૫ બંધ હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૩ ટકા ઉંચા હતા.
મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૮૧૫૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૮૧૫૦થી ૩૮૨૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી રૂ.૧૦૦૦થી ૧૦૫૦ ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ વધી ૧૫.૫૭ ડોલર થઈ સાંજે ભાવ ૧૫.૫૩થી ૧૫.૫૪ ડોલર હતા. દરમિયાન વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી સાંજે ૮૫૨.૨૦થી ૮૫૨.૩૦ ડોલર હતા. પેલેડીયમના ભાવ ઘટી ૧૫૫૦ ડોલરની અંદર ઉતરી સાંજે ભાવ ૧૫૪૭.૦૦ થી ૧૫૪૭.૧૦ ડોલર હતા.
કોપરના ભાવ ન્યુયોર્ક વાયદા બજારમાં આજે સાંજે ૦.૩૫થી ૦.૪૦ ટકા ઉંચા બોલાયા હતા. ક્રૂડતેલના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. બ્રેન્ટક્રૂડના ભાવ વિશ્વ બજારમાં ઘટી બેરલના આજે સાંજે ૬૭ ડોલરની અંદર ઉતરી ૬૬.૭૬ ડોલર હતા. ન્યુયોર્કના ભાવ ઘટી ૫૯ ડોલરની અંદર ઉતરી ૫૮.૮૫ ડોલર રહ્યાના સમાચર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CCNwIZ
No comments:
Post a Comment