નવી દિલ્હી, તા. 26 માર્ચ 2019, મંગળવાર
છત્તીસગઢમાં કમાન્ડો બટાલિયનને મોટી સફળતા મળી છે. સુકમા જિલ્લાના જાગરગુંડામાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં 4 નક્સલવાદીઓ માર્યા ગયાં છે. આ અથડામણ સુક્મા જિલ્લામાં બીમાપુરમથી એક કિલોમીટર દૂર થઇ.
કોબરા 201 બટાલિયનના સર્ચ ઓપરેશન દરમિયાન માઓવાદીઓ સાથે અથડામણ થઇ. આ દરમિયાન બંને તરફથી જોરદાર ફાયરિંગ થયું જેમાં 4 નક્સલવાદીઓ માર્યા ગયાં. મૃતક નક્સલવાદીઓના મતૃદેહ કબ્જે કરવામાં આવ્યાં છે.
માર્યા ગયેલાં નક્સલવાદીઓ માઓવાદીઓના ગણવેશમાં હતાં. તેમની પાસેથી 1 ઇન્સાસ રાઇફલ અને 2 થ્રી નોટ થ્રી રાઇફલ જપ્ત કરવામાં આવી છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UXh9LV
No comments:
Post a Comment