
આગ્રા, તા. 24 માર્ચ 2019, રવિવાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગ્રામાં એક ચૂંટણી રેલીમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા અને રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, જનતા માત્ર તે માટે મત નહી આપી શકે કે કોઇની વડાપ્રધાન બનવાની ઇચ્છામાં ઊંમર નિકળી રહી છે અથવા કોઇને વડાપ્રધાન બનવાનો શોખ ચડ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, એક તરફ દેશનો વિકાસ કરતા નરેન્દ્ર મોદી છે, જેની સરકાર પર 5 વર્ષમાં ભ્રષ્ટાચારનો કોઇ આરોપ સુધ્ધા નથી લાગ્યો તો બીજી તરફ મહાગઠબંધન અને મહામિલાવટ છે. જે જાતિ ધર્મવાળી સરકાર ઇચ્છે છે.
સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, આપણે દેશની સુરક્ષા માટે વડાપ્રધાનને ચૂંટવાના છે. આપણે તે માટે વડાપ્રધાન ચૂંટવાના છે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે નહી કે તે માટે કે કોઇની ઊંમર નિકળી રહી છે અથવા કોઇને વડાપ્રધાનનો શોખ ચડ્યો છે. એક તરફ મોદીજી છે તો બીજી તરફ મહાગઠબંધન અને મહામિલાવટ છે. તેમાંથી કોઇને પુછો કે જો તમે જીત્યા તો વડાપ્રધાન કોણ બનશે. તેમની પાસે તે સવાલનો જવાબ નહી હોય.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JBTDD1
No comments:
Post a Comment