સપના ચૌધરીનો કોંગ્રેસમાં સામેલ થવાનો ઇનકાર, પાર્ટીએ આપ્યા પુરાવા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

સપના ચૌધરીનો કોંગ્રેસમાં સામેલ થવાનો ઇનકાર, પાર્ટીએ આપ્યા પુરાવા


નવી દિલ્હી, તા. 24 માર્ચ 2019, રવિવાર

હરિયાણાની પ્રસિદ્ધ ગાયક સપના ચૌધરી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયાનો ઇનકાર કર્યો છે. તેણે કહ્યું કે, પ્રિયંકા સાથે મારી જે તસવીર છે જે જુની છે. મેં કોઇ પાર્ટી જોઇન નથી કરી. મારા માટે દરેક પાર્ટી સમાન છે. હું કલાકાર છું. ચૂંટણી લડવાની મારી કોઇ ઇચ્છા નથી. પ્રિયંકા ગાંધી સાથેની તસવીર પર તેણે કહ્યું કે, તે તસવીર જુની છે. સાથે જ તેમણે કહ્યું કે, હું મનોજ તિવારીના સંપર્કમાં છું.

તેણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ નેતા રાજ બબ્બર સાથે મેં મુલાકાત કરી નથી અને ના તો હું કોંગ્રેસમાં જોડાય છું અને ના તો હું કોંગ્રેસ માટે પ્રચાર કરીશ. તેણે કહ્યું કે, હું લોકસભાની ચૂંટણી નહી લડીશ.

જ્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ હોવાના પુરાવા રજૂ કર્યા છે. નરેન્દ્ર રાઠીએ સપના ચૌધરીના કોંગ્રેસ જોઇન કરવાને લઇને ઉઠેવા વિવાદ પર તેનું સભ્યપદનો લેટર દર્શાવતા કહ્યું કે, શનિવારે સપના ચૌધરી આવી હતી અને તેમણે પાર્ટીનું સભ્યપદનું ફોર્મ ભર્યું હતું, જેના પર તેની સહી છે. સપના ચૌધરી સાથે તેની બહેને પણ શનિવારે કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. અમારી પાસે બંન્નેના સભ્યપદવાળા ફોર્મ છે.

ઉલ્લેખનિય છે કે, સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, દિલ્હીમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરના ઘરે સપના ચૌધરીએ કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. તેમજ તેવી પણ અટકળો ચાલી રહી હતી કે, કોંગ્રેસ સપના ચૌધરીને મથુરાથી લોકસભાની ટીકીટ આપી શકે છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2unvtSx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages