અમદાવાદ, તા. 1 માર્ચ 2019, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 4 અને 5 માર્ચે ગુજરાતમાં આવી રહ્યા છે બે દિવસના રોકાણ દરમિયાન વડાપ્રધાન કેટલીક યોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ અમુક યોજનાઓનું ખાતમુરત કે શિલાન્યાસ કરશે.
તાજેતરમાં પાકિસ્તાન સાથે યુદ્ધનો માહોલ સર્જાયો હોવા છતાં વડાપ્રધાન લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતમાં આવી રહ્યા છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી અને ડ્રીમ પ્રોજેક્ટ છે. વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6 કિલોમીટરના રૂટનું ટ્રાયલ રન પણ પૂર્ણ કરી દેવાયું છે.
મેટ્રોના એન્જિનિયરો અને ઉચ્ચ અધિકારીઓએ બે વખત ટ્રાય કરી લીધી છે .ટ્રેન ખૂબ જ સરળતાથી ચાલી રહી છે, કોઈ મુશ્કેલી નથી. આથી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી માર્ચે વસ્ત્રાલ મેટ્રો રેલવેના સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને એપ્રિલ પાર્ક સુધી જશે.
ત્યારબાદ નાગરિકો 6 કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી માણી શકશે. વડાપ્રધાનનો બે દિવસનો સંભવિત કાર્યક્રમ જાહેર થયો છે. જો છેલ્લી કરીએ કોઈ ફેરફાર નહીં થાય તો તેઓ નક્કી કરેલા મુજબ કાર્યક્રમમાં હાજર રહેશે.
ચોથીએ તેઓ ગુજરાતમાં આવી ગયા બાદ રાત્રી રોકાણ ગાંધીનગર ખાતેના રાજભવનમાં કરશે. બીજીબાજુ સૂત્રો જણાવે છે કે વડાપ્રધાનનો બે દિવસનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ છઠ્ઠી માર્ચે જ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતાઓ છે.
પીએમ મોદીનો 4 અને 5 માર્ચેનો સમગ્ર કાર્યક્રમ
4 માર્ચ
- સવારે 11.30 કલાકે પીએમ જામનગર પહોંચશે.
- પીએમ મોદી 750 પથારીની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.
- સૌની પ્રોજેકટનું પણ ઉદ્ઘાટન કરશે.
- જામનગરમાં જનસભાનું પણ સંબોધન કરશે.
- બપોર પીએમ જામનગરથી રવાના થઇ અમદાવાદ પહોંચશે.
- અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરશે.
- ત્યાંથી વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પહોંચશે અને ત્યાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
- મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું ભૂમિપૂજન કરશે.
- મેટ્રોમાં સવારી કરી પીએમ મોદી સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે જનસભાને સંબોધન કરશે.
- 1200 પથારીની સિવિલની નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.
- આયુષમાન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.
- પીએમ મોદી ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરશે.
5 માચે
- પીએમ મોદી સવારે 10 કલાકે અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરશે.
- 11.30 કલાકે વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માન ધન યોજનાની શરૂઆત કરશે.
- જનસભાને સંબોધન પણ કરશે.
- ત્યારબાદ બપોરે અમદાવાદ ઍરપોર્ટથી ઇન્દોર જવા રવાના થશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SAcUUL
No comments:
Post a Comment