મુંબઇ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણનું 16 હજાર કરોડ રૂપિયાનું બજેટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

મુંબઇ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણનું 16 હજાર કરોડ રૂપિયાનું બજેટ

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.28 ફેબ્રુઆરી 2019,ગુરૂવાર

મુંબઇ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના ૧૪૭માં બેઠકમાં મુખ્ય પ્રધાન તેમજ પ્રાધિકરણના અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવીસે રૂપિયા ૧૬ હજાર ૯૦૯.૧૦ કરોડનો ૨૦૧૯-૨૦૨૦ માટેનો અર્થસંકલ્પ આજે રજૂ કર્યો. આ અર્થસંકલ્પમાં વિવિધ પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ એવી જોગવાઇ કરવામાં આવી છે.

આ પ્રમુખ જોગવાઇમાં મહત્વકાંક્ષી માળખાકીય સુવિધાઓ માટેની જોગવાઇ સાથે સાથે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર અને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે એમના સ્મારક માટે જોગવાઇ કરવામાં આવી હતી.

દાદરના ઇંદુમિલ કમ્પાઉન્ડમાં ઉભા કરવામાં આવનારા ડો. બાબાસાહેબ આંબેડકરના સ્મારક માટે તેમજ દાદરના મેયર બંગલોમાં ક્ષેત્રમાં બનાવવામાં આવતા બાળાસાહેબ ઠાકરેના સ્મારક માટે ૨૧૦ કરોડ રૂપિયા આ અર્થસંકલ્પમાં રાખવામાં આવ્યા છે.

૧૦ મેટ્રો પ્રોજેક્ટ માટે બજેટમાં ૭ હજાર ૪૮૦.૫૦૯ રૂપિયા જેટલી રકમ રાખવામાં આવી છે. જેમાં મેટ્રો ભવન માટે ૧૦૦ કરોડ રૂપિયા પણ રાખવામાં આવ્યા છે. વિવિધ મેટ્રો પ્રોજેક્ટ માટે રાખી મુકવામાં આવેલી રકમ આગળ મુજબ વર્સોવા, અંધેરી, ઘાટકોપર મેટ્રો-૭ માટે ૯૮ કરોડ રૂપિયા, દહિંસરથી ડીએનનગર મેટ્રા ે૨એ ૧ હજાર ૨૮૯૫ કરોડ રૂપિયા, ડીએન નગરથી મંડાલે- મેટ્રો ૨ બી- ૫૧૯.૬૦ કરોડ રૂપિયા, કોલાબા, વાંદરા, સીપ્ઝ મેટ્રો-૩- ૬૫૦ કરોડ રૂપિયા, વડાલા- કાસારવડવલી મેટ્રો-૪ - ૧ હજાર ૩૩૭ કરોડ રૂપિયા, ઠાણે- ભિવંડી- કલ્યાણ- મેટ્રો-૫- ૧૫૦ કરોડ રૂપિયા, સમર્થ નગર- વિક્રોલી- મેટ્રો-૬- ૮૦૦ કરોડ રૂપિયા અંધેરી (પૂર્વ) દહિંસર (પૂર્વ) મેટ્રો-૭ - ૧ હજાર ૯૨૧ કરોડ રૂપિયા, ગાયમુખથી શિવાજી ચોક મેટ્રો - ૧૦- ૫ કરોડ રૂપિયા વડાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મેટ્રો-૧૧ - ૫ કરોડ રૂપિયા અને કલ્યાણથી તળોજા- મેટ્રો-૧૨ - ૫ કરોડ રૂપિયા આ જોગવાઇ એમએમઆરડીએના અર્થસંકલ્પમાં કરવામાં આવી હોવાનું પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું.

ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતા, મહાનગર કમિશનર આર.એ. રાજીવ, મુંબઇ મહાપાલિકાના કમિશનર અજૉય મહેતા, નિતીન કરીર, મિલિંદ મ્હૈસ્કર, દિપક કપૂર, લોકેસ ચંદ્રા, યષવંત જાધવ, મનોજ કોટક વિગેરે મહાનુભાવો આ બેઠકમાં હાજર રહ્યા હતાં. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IJRQvs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages