મુંબઈના આંગણે રચાશે ઇતિહાસ : એકસાથે 44 દીક્ષાર્થી જૈન દીક્ષા ગ્રહણ કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

મુંબઈના આંગણે રચાશે ઇતિહાસ : એકસાથે 44 દીક્ષાર્થી જૈન દીક્ષા ગ્રહણ કરશે

મુંબઇ, તા.28 ફેબ્રુઆરી 2019,ગુરૂવાર

મુંબઈમાં આવતા મહિને એક ઐતિહાસિક ઘટના બનવાની છે. એ ઘટના એટલે 

૪૪ દીક્ષાર્થીઓની એક જ મંડપમાં એકસાથે સામુહિક દીક્ષા. બોરીવલી (વેસ્ટ)માં ચીકુવાડીના મેદાનમાં ચાલનારા પાંચ દિવસના દીક્ષા મહામહોત્સવની શરૂઆત ૯ માર્ચથી થશે અને ૧૩ માર્ચે ૪૪ દીક્ષાર્થીઓની સામુહિક દીક્ષા થશે. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનાવા લાખો લોકો ઉત્સુક્તાથી પ્રતીક્ષા કરી રહ્યા છે.

મુંબઈના લગભગ એક લાખ જેટલા જૈન ઘરોમાં ગોળ સાથે નિમંત્રણ પણ પાઠવવામાં આવી રહ્યા છે તથા મુંબઈ અને દેશ-વિદેશના ધર્મપ્રેમીઓને નોંતરા આપવામાં આવ્યા છે.

૧૨થી ૬૬ વર્ષ સુધીના દીક્ષાર્થીઓ ભૌતિક સુખનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરશે. આ દીક્ષાર્થીઓમાં ૧૭ મુંબઈના, ગુજરાતના ૨૧, રાજસ્તાનના પાંચ તથા કલક્તાના એકનો સમાવેશ  છે. મોટાબાગના દીક્ષાર્થીઓ ૨૫ વર્ષથી ઓછી ઉંમરના તથા એજ્યુકેટે છે.

જેમાં સીપીટી (સીએ)માં ઇન્ડિયા રેન્કરથી લઈ મોટા વેપારી પણ છે. ધનાઢ્ય પરિવારના મોભી માતા પણ છે. દીક્ષાયુગ પ્રવર્તક જૈનાચાર્ય ૂજ્ય શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા જેઓના સમુદાયમાં આ દીક્ષાઓ થઈ રહી છે તેવા સન્માર્ગ પથદર્શક વિશાળગણનેતા જૈનાચાર્ય પૂજ્ય  શ્રીમદ વિજય શાન્તિચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના અનંત અશિષથી આ આધ્યાત્મિક લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે.

આ દીક્ષાર્થીઓનું ૧૭ ફેબુ્રઆરી, ૨૦૧૯ના મહારાષ્ટ્રના આદરણીય મુખ્ય પ્રધાનશ્રી દેવેન્દ્ર ફડણીવસે બહુમાન કર્યું હતું અને દીક્ષા સમારોહમાં હાજરી આપવાની ખાતરી પણ આપી હતી.

આ દીક્ષાર્થીઓનો સાયન, મલાડ, લાલબાગ, મુલુંડ સુરત, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભવ્ય વરઘોડા નીકળ્યા છે અને હજારો લોકો એમાં ઉત્સુક્તાથી જોડાયા હતા. આ તમામ દીક્ષાર્થીઓના ઘડવૈયા છે સૂરિ શાન્તિના ચરમ શિષ્યરત્ન જૈનાચાર્ય પૂજ્ય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૯૪ વર્ષની વયે પણ આજે પ્રભુવીરનીઆજ્ઞાાના ચુસ્ત પાલક તથા ૨૫૦ કરતા વધુ સાધુ-સાધવી ભગવંતોનું યોગક્ષમ કરી રહ્યા છે તથા સર્વ સમુદાયોમાં આદરણીય સ્થાન ધરાવે છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TlWhk5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages