સ્ટેટ GST ટીમ દ્વારા ઓનરોડ ચેકીંગમાં 11 ગાડી ઝડપી રૂ. 55.36 લાખની વસુલાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

સ્ટેટ GST ટીમ દ્વારા ઓનરોડ ચેકીંગમાં 11 ગાડી ઝડપી રૂ. 55.36 લાખની વસુલાત


ભાવનગર, તા. 29 માર્ચ 2019, શુક્રવાર

સ્ટેટ GST દ્વારા વિવિધ ટીમો બનાવી ત્રણ સ્થળો પર ચેકીંગ ડ્રાઈવ ગોઠવી દસ જેટલા વાહનોને અટકાવી વેરા અને સ્થળ પર વસુલાયેલ રકમ મળી કુલ અઢી લાખની વસુલાત કરી હોવાનું જણાય છે. જ્યારે વાંધાજનક હજુ છ વાહનો SGSTના કબજામાં હોવાનું જાણવા મળેલ છે.

સ્ટેટ GST દ્વારા બોગસ બિલીંગ કૌભાંડ બાદ મોબાઈલ કામગીરી સવિશેષ હાથ ધરાઈ રહી છે અને છેલ્લા થોડા દિવસો દરમ્યાન સેકસન ૧૨૯માં કેટલીક ગાડીઓ ઝડપી લઈ ઈવે બીલમાં રહેલી ક્ષતિઓને લઈ દંડ વસુલાતની કામગીરી હાથ ધરાઈ છે. તો સેકસન 130 અન્વયે માલ વેચનાર અને ખરીદનારને ત્યાં રેઈડ કરી ટેક્સ વસુલાતની કામગીરી પણ હાથ ધરાઈ છે.

ભાવનગરના તળાજા જકાતનાકા, નારી ચોકડી અને નિરમા ચોકડી પર છેલ્લા ઘણા દિવસોથી તબક્કાવાર ચેકીંગ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. જેમાં સ્કવોડ દ્વારા નિતિનકુમાર મુકુંદરાયના ટ્રકની પેનલ્ટી પેટે 13.74 લાખની વસુલાત કરેલ તો એરિઝ ઈમ્પેક્ષ પાસેથી 3.99 લાખની, અરવિંદ લીમીટેડ પાસે 3.72 લાખ, ઓમ સ્કવેર ફુડ પ્રોડ. લી. પાસેથી 4.50 લાખ તેમજ જે.આર.ડી. ઈન્ડસ્ટ્રીઝ પાસેથી 17.67 લાખ, એમ.વી. એપ્લોઝ પાસેથી 1.40 લાખ, જાંઝરીયા સેકન્ડ સેવા પાસેથી 1.32 લાખ, બલાડ દેવ સેકન્ડ સેલ પાસેથી 1.38 લાખ, વિધી એન્ટરપ્રાઈઝ પાસેથી 2.11 લાખ, મનજીત કોટન પ્રા.લી. પાસેથી 2.98 લાખ, આર.કે. એન્ટરપ્રાઈઝ પાસેથી 2.50 લાખની રકમ વેરા અને પેનલ્ટી પેટે ટ્રક ઝપ્તી સહિત સ્થળ પરથી વસુલાત કરાઈ હતી. આમ ચેકીંગ ડ્રાઈવ દરમ્યાન કુલ 55.36 લાખની વસુલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તો ઓન રોડ પરથી પકડાયેલ અને વેરા કે ઈવે બીલના વિવાદમાં સપડાયેલ છ જેટલી ગાડી હજુ સ્ટેટ જીએસટીના કબજામાં રહેલી જણાય છે.

બે પેઢીની ઝડપાયેલ ગાડીનું કોઈ ધણી નથી

નારી ચોકડી પાસેથી ઝડપાયેલ શુભમ એન્ટરપ્રાઈઝ ટ્રક નં. 5138 તથા ગણેશ એન્ટરપ્રાઈઝ ટ્રક નં. 6004 જેમાં સ્ક્રેપનો માલ હોય જેનું ઈ-વે બીલ ન હોય તેમજ ગાડી પણ મુકીને ભાગી ગયા હોય તેવી સ્થિતિમાં ઝપ્તીની કામગીરી હાથ ધરી હતી પરંતુ તે માલ છોડાવવા કોઈ વેપારી હાજર થયેલ નથી. એક તબક્કે આ પેઢીના ટીન નંબર બોગસ હોવા અંગે પણ આશંકા સેવાઈ રહી છે. ત્યારે આવી ગાડીઓ પણ મોબાઈલ ડ્રાઈવ દરમ્યાન ઝપટે ચડી ગઈ હતી જેનું આજની તારીખ સુધી કોઈ ધણી થતું નથી.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U3SEQW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages