અમદાવાદ,રવિવાર
પીજી મેડિકલ-ડેન્ટલમાં સ્ટેટ ક્વોટાની બેઠકોમાં પ્રવેશ માટે રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ દ્વારા આજે રજિસ્ટ્રેશન કાર્યક્રમ જાહેર કરી દેવામા આવ્યો છે.જે મુજબ ૧૨મી માર્ચથી પિનવિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે પ્રવેશ પ્રક્રિયા શરૃ થશે.આ વર્ષે પીજી મેડિકલમાં ૧૫૦ જેટલી બેઠકો ગુજરાતમાં વધી છે.જેમાં પ્રવેશ સમિતિએ ભરવાની ૧૧૯ બેઠકો છે.જ્યારે પીજી ડેન્ટલમાં સરકારી ડેન્ટલ કોલેજની ૬ બેઠકો વધી છે.
પીજી મેડિકલ-ડેન્ટલમાં આ વર્ષે પણ રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ દ્વારા કેન્દ્રિય ધોરણે રાજ્યની તમામ યુનિ.ઓની બેઠકો માટે કોમન પ્રવેશ પ્રક્રિયા થશે.નીટના પરિણામના આધારે પીજી મેડિકલ-ડેન્ટલની ડિગ્રી-ડિપ્લોમા બેઠકોમાં પ્રવેશ પ્રક્રિયા થશે.નીટનુ મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ગયુ છે અને જેના આધારે તમામ દેશની તમામ સરકારી કોલેજોની ૫૦ ટકા બેઠકો પર ઓલ ઈન્ડિયા ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રની પ્રવેશ સમિતિ દ્વારા થશે. જ્યારે ગુજરાતમાં સ્ટેટ ક્વોટાની બેઠકો માટે ૧૨મીથી પ્રવેશ પ્રક્રિયા થશે. રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ દ્વારા આજે જાહેર કરાયેલા પ્રવેશ કાર્યક્રમ મુજબ ૧૨મી માર્ચથી રજિસ્ટ્રેશન માટેના પિનનું વિતરણ થશે અને ૧૨મી માર્ચથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. પિનવિતરણ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા ૧૬મી માર્ચ સુધી ચાલશે.વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હેલ્પ સેન્ટરો પર ૧૨મીમાર્ચથી ૧૮મી માર્ચ સુધી ચાલશે. ત્યારબાદ પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઈન ચોઈસ ફિલિંગ શરૃ કરાશે.
ગુજરાતમાં સરકારી અને ખાનગી કોલેજોની પીજી મેડિકલ ડિગ્રીની ૧૭૨૩ બેઠકો આ વર્ષે બેઠક વધારા સાથે.કેન્દ્ર સરકારે પીજી મેડિકલમાં બેઠકો વધારવા માટ ેડિપ્લોમાની ન ભરાતી બેઠકો ડિગ્રી કન્વર્ટ કરી હોવાથી ગુજરાતમાં ૧૪૩ બેઠકો ડિપ્લોમાની ડિગ્રીમાં કન્વર્ટ થતા વધી છે.જેમાં ડિમ્ડ યુનિ.ની ૨૪ બેઠકો બાદ કરતા પ્રવેશ સમિતિએ ભરવાની ૧૧૯ બેઠકો છે.પ્રથમ રાઉન્ડમાંં પીજી મેડિકલ ડિગ્રીની ૧૫૯૭ બેઠકો માટે ચોઈસ ફિલિંગ થશે. ૪૩૬ બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં જશે. પીજી મેડિકલ ડિપ્લોમાની ૮૧ બેઠકોમાંથી પ્રથમ રાઉન્ડમાં ૪૦ બેઠકો ભારશે. પીજી ડેન્ટલમાં આ વર્ષે એક સરકારી કોલેજની ૬ બેઠકો વધતા ૨૪૧ બેઠકો થઈ છે.જેમાં ૧૯ ઓલ ઈન્ડિયા કવોટામાં ભરાશે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં તમામ રાજ્યોએ પોતાની બેઠકો માટે કરવાની પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.જે મુજબ રાજ્યની સ્ટેટ ક્વોટા બેઠકો માટે ૨૫ માર્ચથી ૫ એપ્રિલ દરમિયાન પ્રથમ રાઉન્ડ થશે અને ૧૨મી એપ્રિલ સુધીમા વિદ્યાર્થીએ જોઈનિંગ લઈ લેવાનુ રહેશે. ત્યારબાદ ૧૫ એપ્રિલથી ૨૫ એપ્રિલ બીજો તબક્કો થશે અને ૩ મે સુધીમા વિદ્યાર્થીએ જોઈનિંગ લેવાનું રહેશે.આ બે ઓનલાઈન રાઉન્ડ બાદ ૪ મેથી ૮ મે સુધી ઓફલાઈન તબક્કામાં મોપ અપ રાઉન્ડ થશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HcmEDc
No comments:
Post a Comment