ગુજરાતની ૨૬ બેઠકો માટે ૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધી ઉમેદવારીફોર્મ ભરાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ગુજરાતની ૨૬ બેઠકો માટે ૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધી ઉમેદવારીફોર્મ ભરાશે

અમદાવાદ,રવિવાર

ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી આચાર સંહિતાનુ ચુસ્તપણે પાલન કરવા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ પણ સૂચનાઓ જાહેર કરી છે અને ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા શરૃ કરી દીધી છે.ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આજે ચૂંટણી પ્રક્રિયાના કાર્યકર્મ જાહેર કરાયો હતો.જે મુજબ ગુજરાતની ૨૬ બેઠકો માટે ૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે. ઉમેદવારીફોર્મ સવારે ૧૧થી  બપોરના ૩ વાગ્ય ા સુધી જ ભરાશે. ૫મી એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી થશે.  ૮મી એપ્રિલ સુધીમાં ભરેલા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ૨૩મી એપ્રિલે રાજ્યના તમામ જીલ્લા ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે અને ૨૩મીમેના રોજ ગુજરાતની તમામ ૨૬ બેઠકોની મતગણતરી થશે. ૨૭મી મે સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hn9z9y

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages