
દિલ્હી, 25 ફેબ્રુઆરી 2019, સોમવાર
ઈંટરનેટની દુનિયામાં જેટલી ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે તેટલી જ ઝડપથી હૈકર્સ પણ લોકોના ડેટા ચોરી કરવાની ટેકનિક બદલી રહ્યા છે. હવે હૈકર્સ એક એક વ્યક્તિના ડેટા ચોરી કરવાને બદલે દુનિયાભરની રિટેલ વેબસાઈટને નિશાન બનાવી રહ્યા છે. એટલે કે વેબસાઈટના માધ્યમથી શોપિંગ કરતાં લોકો જ્યારે પોતાની પર્સનલ અને કાર્ડની વિગતો ભરે છે ત્યારે તેની એક કોપી હૈકર્સ સુધી પહોંચી જાય છે. આ પ્રકારની ચોરીને ફોર્મજૈકિંગ નામ આપવામાં આવ્યું છે. ઓનલાઈન સિક્યોરિટી આપતી કંપની સિમેંટેક અનુસાર ગત 6 માસમાં ફોર્મજૈકિંગને 2.48 લાખ વખત બ્લોક કરવામાં આવ્યું છે.
ઓનલાઈન સર્વિસ આપતી નાની નાની હજારો કંપનીઓ પર ફોર્મજૈકિંગ એટેક થાય છે. તાજેતરમાં જે કંપનીઓ તેનો શિકાર થઈ છે તેમાં ટિકિટ માસ્ટર, બ્રિટિશ એરવેઝ, ફીડીફાઈ અને ન્યૂએગનો સમાવેશ થાય છે. ફોર્મજૈકિંગમાં હૈકર્સ કોડિંગમાં પોતાની જાવા સ્ક્રિપ્ટના કોડ ઉમેરી દે છે. ત્યારબાદ જ્યારે કોઈપણ ગ્રાહક તે વેબસાઈટ પર પોતાની વિગતો એડ કરે ત્યારે તેની એર કોપી હૈકર્સ સુધી પણ પહોંચી જાય છે. આ જાણકારીની મદદથી હૈકર્સ પોતે ઓનલાઈન ફ્રોડ કરી શકે છે અથવા તે આ વિગતો ડાર્ક વેબ પર વેંચે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TdNVuD
No comments:
Post a Comment