5G ફોનના વેચાણમાં વર્ષે થશે 250 ટકાનો વધારો, 2025માં વેંચાશે 14 કરોડ સ્માર્ટફોન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

5G ફોનના વેચાણમાં વર્ષે થશે 250 ટકાનો વધારો, 2025માં વેંચાશે 14 કરોડ સ્માર્ટફોન


દિલ્હી, 25 ફેબ્રુઆરી 2019, સોમવાર

રીસર્ચ ફર્મ સીએમઆરના રીપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2025 સુધીમાં 5જી સ્માર્ટફોનનું વેચાણ 14 કરોડ હેન્ડસેટને પાર થઈ જશે. રીપોર્ટ અનુસાર શરૂઆતના સમયમાં ફોનનું વેચાણ ઓછું થશે પરંતુ ત્યારબાદ વર્ષના 250 ટકાના દરે વધશે. વર્ષ 2022થી ઉત્પાદન વધવાથી ફોનના ભાવ પણ ઘટશે અને તેના કારણે વેચાણ પણ વધી જશે. જો કે હાલ તો ભારતમાં 5જી સેવા શરુ થવામાં અનેક સમસ્યાઓ નડી રહી છે. અહીં 5જી માટેના સ્પેક્ટ્રમની નીલામી આ વર્ષની બીજી છમાસીમાં થવાની આશા છે.

21 ફેબ્રુઆરીના રોજ સેમસંગએ પહેલો 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સેમસંગે પહેલો સ્માર્ટફોન ગૈલેક્સી એસ10 5જી લોન્ચ કર્યો છે. આ સાથે જ ચીની કંપની વનપ્લસએ પણ ઘોષણા કરી છે કે તેઓ 2019 5જી સ્માર્ટફોન માર્કેટમાં ઉતારશે. સાથે જ હુવાવે 5જીને સપોર્ટ કરતો ફોન આજે લોન્ચ કરશે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Efd26O

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages