
દિલ્હી, 25 ફેબ્રુઆરી 2019, સોમવાર
લોકસભાની ચૂંટણી દરમિયાન ફેક ન્યૂઝ ફેલાતા અટકાવવા માટે ગૂગલએ કમરકસી છે. કંપનીએ ચૂંટણી સમયે ફેક ન્યૂઝના પ્રચાર પ્રસાર પર રોક લગાવવા માટે પત્રકારો માટે ખાસ તાલીમની ઘોષણા કરી છે. આગામી 40 દિવસ સુધીમાં કંપની દેશના વિવિધ શહેરોના પત્રકારોને ઓનલાઈન વેરિફિકેશન, ફૈક્ટ ચેકિંગ, ડિજિટલ સેફ્ટી, સિક્યોરિટી, યૂટ્યૂબ અને ડેટા વિઝુલાઈઝેશનની ટ્રેનિંગ આપશે.
આ ખાસ તાલીમ 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન દેશના 30 શહેરોના અંગ્રેજી, હિન્દી, મલયાલમ, બાંગ્લા, કન્નડ, ગુજરાતી, ઉડિયા જેવી ભાષાના પત્રકારોને તાલીમ આપવામાં આવશે. આ જાણકારી ગૂગલએ એક પ્રેસ રિલીઝના માધ્યમથી આપી છે. આ તાલીમની શરૂઆત દિલ્હી એનસીઆરથી થશે.
2016થી ગૂગલએ 40 શહેરોમાં 200 ન્યૂઝ કંપનીઓમાં કામ કરનારા 13,000થી વધારે ભારતીય પત્રકારોને તાલીમ આપી છે. ઓનલાઈન વેરિફિકેશન અને ફેક્ટ ચેકિંગ માટે ગત વર્ષે કંપનીએ ગૂગલ ન્યૂઝ ઈનીશિએટિવ ઈંડિયા ટ્રેનિંગ નેટવર્કની શરૂઆત કરી હતી. આ પ્રોગ્રામ હેઠળ ગત 6 માસમાં ગૂગલએ 7 ભાષાઓમાં 40 શહેરોના 5,260 પત્રકારોને તાલીમ આપી છે. 2019 દરમિયાન કંપનીએ 10,000 પત્રકારોને તાલીમ આપવાની યોજાના બનાવી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U3SDs8
No comments:
Post a Comment