ગાંધીનગર, તા. 11 માર્ચ 2019 સોમવાર
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને ભારે ઝટકાઓ મળી રહ્યા છે. ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ તાજેતરમાં જ માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં એન્ટ્રી મારી લીધી છે.
હવે બેથી ત્રણ ધારાસભ્યો પણ ગમે તે ક્ષણે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી શકે છે. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધાવરિયા પણ ભાજપના હાઇકમાન્ડ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. તેઓનું રાજીનામું સાંજ સુધીમાં પડી જાય અને ભાજપમાં જોડાઈ જાય એવી પૂરી શક્યતાઓ છે. સચિવાલયમાં રહેલી ચર્ચા મુજબ કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા ધારાસભ્ય અને આગેવાનોને મંત્રીપદ કે અને હોદ્દો અપાતો હોવાથી કોંગ્રેસના ધારાસભ્ય ફટાફટ ભાજપમાં આવી રહ્યા છે.
ઉપરાંત કોંગ્રેસના જે ધારાસભ્યો દાગી છે કે વિવિધ પ્રકારના પોલીસ કે કોર્ટ કેસ ચાલી રહ્યા છે તેઓને પણ સરકાર તરફથી તેમના કેસના સંદર્ભમાં મદદ મળી રહે તે માટે પણ તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ રહ્યા છે દિલ્હી ભાજપ હાઇકમાન્ડે પણ આ વખતે 2017ની વિધાનસભાની ચૂંટણીનું પુનરાવર્તન ન થાય એટલે કે ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો ન થાય તે માટે ભાજપની સ્થિતિ જે વિસ્તારોમાં નબળી છે અને જ્ઞાતિ-જાતિના રાજકારણમાં કોંગ્રેસના જે લોકો મજબૂત છે તેમને ભાજપમાં લઈને આવા વિસ્તારોમાં પણ ભાજપની સ્થિતિને મજબૂત કરી પોતાની જીત પાકી કરવા માગે છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UrIDJs
No comments:
Post a Comment