ગાંધીનગર, તા. 11 માર્ચ 2019 સોમવાર
શનિવારે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયુ હતુ. જેમા રાજ્યપાલે ત્રણ નેતાને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા. ગઈકાલે રવિવારે આ ત્રણેય મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવાઈ હતી, ત્યારબાદ સાંજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી તેનો સત્તાવર કાર્યક્રમ બહાર પાડયો છે. જેને કારણે ગઈકાલ સાંજથી જ આચાર સહિતા લાગુ પડી ગઈ છે.
આ ત્રણેય નવા મંત્રીઓ પોતાનો ચાર્જ સંભાળે તે પહેલા આચારસંહિતા લાગુ પડી જતા તેઓ કોઈ પ્રકારના નિર્ણયો લઇ શકવાના નથી. બીજી રીતે કહીએ તો લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી જાય ત્યાં સુધી તેઓ સત્તા વગરના રહેશે. ઉપરાંત આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો હોવાથી મંત્રીઓ સત્તાવાર કામકાજ સિવાય પોતાની ગાડી પણ વાપરી શકતા નથી.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પોતાની સરકારી ગાડી જમા કરાવી દીધી છે કે હવે પોતાની ખાનગી ગાડીનો ઉપયોગ શરૂ કર્યો છે અને મંત્રીઓ પણ પોતાની સરકારી ગાડી જમા કરાવશે, જ્યારે આ ત્રણેય નવા મંત્રીઓને હજુ તો માંડ ગાડી મળી છે ત્યારે જ તેને કઈ રીતે વાપરવી તેનો પ્રશ્ન પણ ઉભો થયો છે.
સૂત્રો જણાવે છે કે જો બધા મંત્રીઓ પોતાની ગાડી જમા કરાવશે. તો આ ત્રણેય મંત્રીઓ પણ સરકારી ગાડી જમા કરાવી દેશે. આવી ઊભી થયેલી સ્થિતિને લઈને સોશિયલ મીડિયા પર ભાજપના અસંતુષ્ટ કાર્યકરો પોતાની ખુશી વ્યકત કરી રહ્યા છે અને કોમેન્ટ વાયરલ કરી રહ્યા છે કે જે થાય છે તે સારું થયું ભાજપ હાઇકમાન્ડે ભલે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને મંત્રી બનાવી દીધા પરંતુ અમારી બદદુઆ લાગી હોવાથી તેઓ અત્યારે કોઈ પ્રકારની સત્તા ભોગવી શકવાના નથી તો સરકારી ગાડી વગરના અને પાવર વગરના મંત્રીઓ છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CfT241
No comments:
Post a Comment