કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી અને તે પરિવારવાદની પાર્ટી છે: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યને હવે ભાન આવ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી અને તે પરિવારવાદની પાર્ટી છે: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યને હવે ભાન આવ્યું

ગાંધીનગર, તા. 11 માર્ચ 2019 સોમવાર

આખરે અપેક્ષા મુજબ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ આખરે કોંગ્રેસના પંજાનો સાથ છોડી દીધો છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધા બાદ તેઓએ તુરંત જ ભાજપમાં એન્ટ્રી લઈ લીધી છે. 

આજે બપોરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વલ્લભભાઈને કેસરી ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ ગુરુ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમને મીઠાઈ ખવડાવી હતી, ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં વલ્લભભાઈ હું મતદારોનો આભાર માનું છું, પરંતુ કોંગ્રેસમાં ગયા બાદ મને ખ્યાલ આવ્યો કે આ પાર્ટી પાસે કોઇ જ પ્રકારનું વિઝન નથી તેમજ કોંગ્રેસ એ પરિવારવાદની પાર્ટી છે તેઓએ કહ્યું કે મને ભાજપે કોંગ્રેસ છોડવા માટે કોઇ જ લોભ કે લાલચ આપી નથી અને આગામી સમયમાં ચૂંટણી પણ લડવાનો નથી. કોંગ્રેસમાં ગયા બાદ મને તેની અને તેના નેતાઓની નીતિ રીતેની જાણ થતા છે અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. બીજીબાજુ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કહ્યું હતું કે કોંગ્રેસ જનતાને છતાં કરે કોંગ્રેસ પોતાને ધારાસભ્યોને પણ સાચવી શકતી નથી. કોંગ્રેસ ખૂબ જ નબળી છે અને ભાજપ છે. તે કોંગ્રેસના નેતાઓએ સ્વીકારી લેવું જોઈએ વલ્લભભાઈના જોડાવાથી ભાજપ વધુ મજબૂત થયો છે.




from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Cf0E6A

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages