મુંબઈ,તા. 25 માર્ચ, 2019, સોમવાર
ફેબુ્રઆરીમાં મર્જર અને એકવિઝિશનના સોદાઓનું મૂલ્ય વાર્ષિક ધોરણે ૩૪ ટકા ઘટીને ૧.૨૪ અબજ ડોલર રહ્યું હતું. ૨૦૧૮ના ફેબુ્રઆરીમાં મર્જર અને એકવિઝિશનના ૪૦ સોદાની સામે વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં સોદાની સંખ્યા ૪૪ રહી હતી એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. ગયા વર્ષના ફેબુ્રઆરીમાં થયેલા સોદાઓનું મૂલ્ય ૧.૯૦ અબજ ડોલર રહ્યું હતું.
૧૦ કરોડ ડોલરથી વધુના સોદાઓની સંખ્યા જો કે ગયા વર્ષ જેટલી જ રહી હતી. પરંતુ ઊંચા મૂલ્યના સોદાઓનો આંક વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં ૦.૯૦ અબજ ડોલર રહ્યો હતો જે ગયા વર્ષના આ મહિનામાં ૧.૫૦ અબજ ડોલર હતો એમ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું.
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કંપનીઓએ મર્જર અને એકવિઝિશનના મોરચે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી છે. આને કારણે આગામી મહિનાઓમાં પણ આંક નીચા જોવા મળવાની વકી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UVWKa4
No comments:
Post a Comment