નવી દિલ્હી ,તા. 25 માર્ચ, 2019, સોમવાર
રાજ્યો દ્રારા મહિનાઓથી વિજળીની ચૂકવણી નહિં કરવાને લીધે લગભગ એક ડઝનથી વધુ વિજ પ્લાન્ટ્સમાં ૩ કરોડ રૂપિયાના રોકાણ જોખમમાં છે. જેનું એનપીએ થવાની શક્યતા છે.
વીજ મંત્રાલયના પ્રાપ્તિ પોર્ટલ પરના ડેટા પ્રમાણે જીએમઆર અને અદાણી જૂથની માલિકીની તથા એનટીપીસી જેવા સરકારી સાહસની ૧૨ વીજ ઉત્પાદક કંપનીઓએ સરકારી ડિસ્કોમ્સ પાસેથી ડિસેમ્બર ૨૦૧૮ના આંકડા અનુસાર રૂ. ૪૧,૭૩૦ કરોડ વસૂલવાના બાકી નીકળે છે. અત્યારની તારીખે વીજ ઉત્પાદકોએ રૂ. ૬૦,૦૦૦ કરોડ લેવાના બાકી નીકળે છે. તેમાંથી અડધાં નાણાં પાવર સેક્ટરના સ્વતંત્ર પાવર પ્રોડયુસરનાં હોવાનું માલુમ પડયું છે.
ભાજપના શાસિત ઉત્તરપ્રદેશ પર સૌથી વધારે રૂ. ૬,૪૯૭ કરોડ ચૂકવવાના બાકી નીકળે છે જ્યારે મહારાષ્ટ્ર પાસેથી બાકી નીકળતી રકમ રૂ. ૬,૧૭૯ કરોડની છે. બીજાં રાજ્યો પણ વીજ ઉત્પાદક કંપનીઓને નાણાં ચૂકવતાં નથી જેમાં તામિલનાડુ, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબનો સમાવેશ થાય છે.
પ્રાપ્તિ પોર્ટલ પ્રમાણે ઉત્તરપ્રદેશ તેનાં બાકી નીકળતાં નાણાં ચૂકવવામાં ૫૪૪ દિવસ લગાવે છે જ્યારે મહારાષ્ટ્ર ૫૮૦ દિવસે નાણાં ચૂકવે છે. નાણાં ચૂકવવામાં અગ્રેસર રાજ્યો તરીકે ૮૦ ટકા હિસ્સો ઔદ્યોગિક રાજ્યોનો છે જેમાં તામિલનાડુ, મહારાષ્ટ્ર આગળ છે. ટોચનાં ૧૦ રાજ્યો વીજળી માટે ચુકવણી કરવામાં સરેરાશ ૫૬૨ દિવસ લગાવે છે.
સુત્રોએ જણાવ્યું કે, પેમેન્ટમાં વિલંબના કારણે ખાનગી ક્ષેત્રની વિજ કંપનીઓ સામે કાર્યશીલ મૂડીનું સંકટ પેદા થઈ રહ્યું છે. ગ્પ માલિકીની લલિતપુટ પાવર જનરેશન કંપની ઉત્તર પ્રદેશની ડિસ્કોમ પર ૨,૧૮૫ કરોડ રૂપિયાના બાકીને કારણે લગભગ ૩,૦૦૦ કર્મચારીઓને પગાર આપવામાં નિષ્ફળ કરી છે.
એટલું જ નહિ, કંપની પોતાની પાસે જરૂરી કોલસાનો ભંડાર પણ રાખવા નિષ્ફળ ગઈ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CCNzVb
No comments:
Post a Comment