ચાઈનાના નબળા નિકાસ આંકડાએ સપ્તાહના અંતે તેજીને બ્રેક : IT, મેટલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટીને 36671 - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ચાઈનાના નબળા નિકાસ આંકડાએ સપ્તાહના અંતે તેજીને બ્રેક : IT, મેટલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટીને 36671

તા. ૦૯ માર્ચ, ૨૦૧૯

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 08 માર્ચ, 2019, શુક્રવાર

વૈશ્વિક મોરચે આર્થિક વૃદ્વિ મંદ પડવાના સંકેત સાથે ચાઈનાએ પણ આર્થિક વૃદ્વિમાં ચાલુ વર્ષમાં ઘટાડો થવાનો સ્પષ્ટ અંદાજ આપતાં અને ચાઈનાની ફેબુ્રઆરી ૨૦૧૯માં નિકાસમાં ત્રણ વર્ષનો સૌથી મોટો ૨૦.૭ ટકાનો ઘટાડો થતાં અને આ ઘટાડો અમેરિકા દ્વારા ચાઈનાની આયાતો પર લાદવામાં આવેલી ઊંચી ટેરિફના પરિણામે તેમ જ વૈશ્વિક મંદ વૃદ્વિના કારણે થતાં આ આંકડા ચિંતાજનક બની રહી વૈશ્વિક આર્થિક મંદીના સંકેતે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ સપ્તાહના અંતે નરમાઈ જોવાઈ હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે આરંભમાં મજબૂતી બતાવ્યા બાદ નરમાઈ તરફી થઈ જઈ છેલ્લે ફરી વધી આવીને ૧૫ પૈસા વધીને રૂ.૭૦.૧૫ થઈ જવા સાથે આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવ મજબૂતી બાદ આજે નરમાઈ તરફી થઈ જઈ બ્રેન્ટ ક્રુડ ૬૫ ડોલરની સપાટી ગુમાવી હતી. સાવચેતીમાં ફંડોએ આજે શેરોમાં પ્રોફિટ બુકિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક લાગવા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડોનું પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ચાઈનાના નબળા આંકડાએ મેટલ-માઈનીંગ શેરોમાં ઓફલોડિંગ સાથે આઈટી-સોફટવેર શેરોમાં ફંડોએ વેચવાલી વધારતાં સેન્સેક્સ અંતે ૫૩.૯૯ પોઈન્ટ ઘટીને ૩૬૬૭૧.૪૩ અને નિફટી સ્પોટ ૨૨.૮૦ પોઈન્ટ ઘટીને ૧૧૦૩૫.૪૦ બંધ રહ્યા હતા. 

સેન્સેક્સ આરંભમાં મજબૂતીમાં ૩૬૭૫૪ ખુલીને નીચામાં ૩૬૫૯૨ સુધી ગબડી અંતે ૫૪ પોઈન્ટ ઘટીને ૩૬૬૭૧

ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૬૭૨૫.૪૨ સામે ૩૬૭૫૩.૫૯ મથાળે ખુલ્યા બાદ તુરત નરમાઈ તરફી થઈ જઈને આરંભથી જ મેટલ-માઈનીંગ શેરોમાં ચાઈનાના આંકડા પાછળ ફંડોનું વેદાન્તા, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા સહિતમાં ઓફલોડિંગ થતાં અને આઈટી-સોફટવેર શેરોમાં એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસમાં વેચવાલી સાથે ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં ઓફલોડિંગ થતાં અને લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં વેચવાલીએ એક તબક્કે ૧૩૨.૪૯ પોઈન્ટ ઘટીને નીચામાં ૩૬૫૯૨.૯૩ સુધી આવી અફડાતફડીના અંતે બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ તેમ જ ટીસીએસ, આઈટીસી, યશ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, કોટક બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સીસ બેંક તેમ જ સન ફાર્મામાં આકર્ષણે આ ઘટાડો અંતે ૫૩.૯૯ પોઈન્ટ મર્યાદિત બનીને ૩૬૬૭૧.૪૩ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૧૦૦૦ની સપાટી અકબંધ રહી : નીચામાં ૧૧૦૦૮ સુધી આવી અંતે ૨૩ પોઈન્ટ ઘટીને ૧૧૦૩૫

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૦૫૮.૨૦ સામે ૧૧૦૩૮.૮૫ મથાળે ખુલીને આરંભથી જ મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, વેદાન્તા, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં વેચવાલી સાથે આઈટી શેરોમાં વિપ્રો દ્વારા તેના ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં શેરો વેચવાના અહેવાલે તેમ જ અન્ય શેરોમાં ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં વેચવાલી થતાં અને ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, સિપ્લા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સિપ્લા, ગ્રાસીમ, એશીયન પેઈન્ટસ, ઝી, આઈઓસી, ઓએનજીસી સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૧૦૮.૯૫ સુધી આવી અંતે એનટીપીસી, ગેઈલ ઈન્ડિયા, આઈશર મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટસ બજાજ ઓટો, યુપીએલ, ટાઈટન, બજાજ ફાઈનાન્સ, આઈટીસી, હીરો મોટોકોર્પ, ટીસીએસમાં આકર્ષણે આ ઘટાડો અંતે ૨૨.૮૦ પોઈન્ટ ઘટીને ૧૧૦૩૫.૪૦ બંધ રહ્યો હતો. 

નિફટી ૧૧,૦૦૦નો પુટ ૪૭.૯૫ થી ઘટીને ૪૩.૪૦ : નિફટી ૧૧,૧૦૦નો કોલ ૫૧.૨૦ થી ઘટીને ૩૫.૮૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે સાંકડી વધઘટના અંતે ફંડોએ તેજીની સાધારણ પોઝિશન હળવી કરી હતી. ૧૧,માર્ચ એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૧,૦૦૦નો પુટ ૨,૦૦,૪૩૪ કોન્ટ્રેકટસમાં રૂ.૧૬,૬૧૮.૨૫ કરોડના કામકાજે ૪૭.૯૫ સામે ૫૦.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૫.૬૫ થઈ ઘટીને ૪૨.૯૦ સુધી આવી અંતે ૪૩.૪૦ રહ્યો હતો. નિફટી ૧૧,૧૦૦નો કોલ ૧,૭૮,૧૫૬ કોન્ટ્રેકટસમાં રૂ.૧૪,૮૭૬.૩૯ કરોડના કામકાજે ૫૧.૨૦ સામે ૩૨ મથાળે ખુલીને ઉપરમાં ૪૧.૮૦ થઈ તૂટીને ૨૬.૭૫ સુધી આવી અંતે ૩૫.૮૦ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો કોલ ૧૦૩.૬૦ સામે ૯૩.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૯૩.૫૫ થઈ ઘટીને ૬૧.૭૫ સુધી આવી અંતે ૮૨.૫૦ રહ્યો હતો. 

માર્ચ નિફટી ફયુચર ૧૧,૦૯૮ થી ઘટીને ૧૧,૦૭૮ : બેંક નિફટી ફયુચર ૨૭,૭૭૫ થી વધીને ૨૭,૮૮૫

નિફટી માર્ચ ફયુચર ૯૯,૦૦૨ કોન્ટ્રેકટસમાં રૂ.૮૨૧૨.૪૨ કરોડના કામકાજે ૧૧,૦૯૮.૨૦ સામે ૧૧,૦૬૭.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૦૮૩.૮૫ થઈ ઘટીને ૧૧,૦૩૩.૨૦ સુધી આવી અંતે ૧૧,૦૭૮.૨૫ રહ્યો હતો. બેંક નિફટી માર્ચ ફયુચર ૯૪,૯૩૪ કોન્ટ્રેકટસમાં રૂ.૫૨૮૧.૫૬ કરોડના કામકાજે ૨૭,૮૩૩.૮૫ સામે ૨૭,૭૭૪.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૭,૯૨૦ થઈ ઘટીને ૨૭,૭૧૦ સુધી આવી અંતે ૨૭,૮૮૫.૧૦ રહ્યો હતો. નિફટી ૧૧,૨૦૦નો કોલ ૧૮.૮૦ સામે ૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૩.૯૦ થઈ ઘટીને ૮.૩૫ સુધી આવી અંતે ૧૦.૮૦ રહ્યો હતો. નિફટી ૧૧,૩૦૦નો કોલ ૪.૭૫ સામે ૨.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૪.૮૫ થઈ ઘટીને ૨ સુધી આવી અંતે ૨.૪૦ રહ્યો હતો. નિફટી ૧૦,૯૦૦નો પુટ ૭૩ સામે ૭૮.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૮૫.૯૦ થઈ ઘટીને ૭૦ સુધી આવી અંતે ૭૧.૨૫ રહ્યો હતો. 

આઈટી શેરોમાં નરમાઈ : વિપ્રોમાં પ્રેમજીના ટ્રસ્ટ દ્વારા ૨.૬૭ કરોડ શેરો વેચશે : શેર ઘટયો : એચસીએલ, ઈન્ફોસીસ ઘટયા

આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે સતત વેચવાલી રહી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૫ પૈસા વધીને રૂ.૭૦.૧૫ રહ્યો હતો. વિપ્રોના પ્રમોટર અઝિમ પ્રેમજીના પ્રેમજી ટ્રસ્ટ દ્વારા ૨,૬૬,૬૬,૬૬૭ શેરો વેચીને રૂ.૭૦૦ કરોડ સુધી રકમ ઊભી કરવાનો નિર્ણય લેવાતાં આજે શેરમાં વેચવાલીએ રૂ.૧૨.૩૦ ઘટીને રૂ.૨૫૬.૫૦ રહ્યો હતો. એચસીએલ ટેકનોલોજી રૂ.૨૬.૧૫ ઘટીને રૂ.૧૦૦૮.૪૫, એમ્ફેસીસ રૂ.૧૫.૩૦ ઘટીને રૂ.૯૮૦.૧૫, ઈન્ફોસીસ રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૭૧૨.૫૫ રહ્યા હતા. 

ચાઈનાની ફેબુ્રઆરીમાં નિકાસો ૨૦ ટકા ઘટતાં મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી : જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ ઘટયા

ચાઈનાની ફેબુ્રઆરીમાં નિકાસોમાં ત્રણ વર્ષનો સૌથી મોટો ૨૦.૭ ટકાનો ઘટાડો થતાં વૈશ્વિક આર્થિક મંદી વધવાના અંદાજો વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું વ્યાપક ઓફલોડિંગ થયું હતું. જિન્દાલ સ્ટીલ રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૬૨.૫૦, હિન્દાલ્કો રૂ.૫.૧૫ ઘટીને રૂ.૧૯૫.૪૦, ટાટા સ્ટીલ રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૫૦૮.૦૫, સેઈલ રૂ.૧.૧૫ ઘટીને રૂ.૫૩.૪૦, વેદાન્તા રૂ.૩.૫૫ ઘટીને રૂ.૧૭૨.૩૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨.૯૦ ઘટીને રૂ.૨૬૭, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩.૧૦ ઘટીને રૂ.૨૮૬.૮૫, નાલ્કો રૂ.૫૬.૮૫, કોલ ઈન્ડિયા રૂ.૨૩૪.૫૦ રહ્યા હતા. 

ફાર્મા શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ : વીવીમેડ, ડો.રેડ્ડીઝ, ગ્લેનમાર્ક, અજન્તા ફાર્મા, લુપીન, વોખાર્ટ, મર્ક ઘટયા 

ફાર્મા-હેલ્થકેર શેરોમાં પણ આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. વીવીમેડ લેબ રૂ.૧.૧૫ ઘટીને રૂ.૨૪.૩૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૭૦.૧૫ ઘટીને રૂ.૨૬૧૫.૯૫, ગ્લેનમાર્ક રૂ.૧૧.૦૫ ઘટીને રૂ.૫૯૮.૫૦, અજન્તા ફાર્મા રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૯૫૯.૨૫, વોખાર્ટ રૂ.૫.૬૫ ઘટીને રૂ.૪૨૨.૧૦, મર્ક રૂ.૪૫ ઘટીને રૂ.૩૪૧૪.૫૫, આરપીજી લાઈફ રૂ.૩.૦૫ ઘટીને રૂ.૨૪૪.૧૫, જેબી કેમિકલ્સ રૂ.૨.૩૫ ઘટીને રૂ.૩૩૨.૭૫, ન્યુલેન્ડ લેબ રૂ.૬.૪૫ ઘટીને રૂ.૭૨૪.૯૦, થાયરોકેર રૂ.૪.૮૦ ઘટીને રૂ.૫૨૧.૬૦, લુપીન રૂ.૧૧.૨૫ ઘટીને રૂ.૭૭૯.૮૫ રહ્યા હતા. 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ : સદભાવ એન્જિ., એનબીસીસી, એચએએલ, ભેલ, લાર્સન, ગ્રેફાઈટ ઘટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી રહી હતી. સદભાવ એન્જિનિયરીંગ રૂ.૯.૭૦ ઘટીને રૂ.૨૨૩.૩૫, એનબીસીસી રૂ.૧.૯૫ ઘટીને રૂ.૫૭, એચએએલ રૂ.૧૬.૨૫ ઘટીને રૂ.૬૬૫.૫૦, ભેલ રૂ.૧.૦૫ ઘટીને રૂ.૬૭.૧૦, સોલાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩ ઘટીને રૂ.૧૦૨૦.૫૫, કલ્તપરૂ પાવર રૂ.૩.૧૦ ઘટીને રૂ.૩૯૯.૪૫, એબીબી રૂ.૪.૧૫ ઘટીને રૂ.૧૨૬૫.૩૦, થર્મેક્સ રૂ.૨.૦૫ ઘટીને રૂ.૯૭૭.૬૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૧૩૩૮.૩૫, કેઈસી રૂ.૭.૭૫ ઘટીને રૂ.૨૬૬.૧૦, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૧.૯૫ ઘટીને રૂ.૬૮.૫૫, રિલાયન્સ ઈન્ફ્રા રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૩૦.૨૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : ૧૪૨૯ શેરો નેગેટીવ બંધ : ૨૨૫ શેરોમાં તેજીની સર્કિટ

સપ્તાહના અંતે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓનું પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૯ અને વધનારની સંખ્યા ૧૨૧૨ રહી હતી. ૨૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 

એફઆઈઆઈની કેશમાં રૂ.૧૦૯૫ કરોડની ચોખ્ખી ખરીદી : ડીઆઈઆઈની કેશમાં રૂ.૪૭૧ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈ શેરોમાં સતત ખરીદદાર રહીને આજે-શુક્રવારે કેશમાં વધુ રૂ.૧૦૯૫.૦૬ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૫૦૩૮.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૯૪૩.૪૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૭૦.૭૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૯૪૪.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪૧૫.૫૬ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં રૂ.૧૩૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૨૫૧.૩૯ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૧૦૮૮.૪૪ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TvROfK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages