મુંબઈ,તા. 08 માર્ચ, 2019, શુક્રવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં ધીમો ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ પાંખી હતી તથા વેપારો છૂટાછવાયા હતા. વિશ્વ બજારના સમાચાર નિરુત્સાહી હતા. મલેશિયામાં પામતેલનો વાયદો ઘટી છેલ્લે ૨,૧૧, ૯ તથા ૫ પોઈન્ટ માઈનસમાં હતા જ્યારે પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર માઈનસમાં હતા.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના ઘટી રૂ.૬૧૯ તથા જેએનપીટીના ૬૧૫ હતા. નવી માગ છૂટીછવાઈ હતી. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી ૫૩૬ બોલાયા હતા જ્યારે સીપીઓ વાયદાના ભાવ રૂ.૫૪૪.૫૦ રહ્યા પછી નીચામાં રૂ.૫૩૮.૫૦ થઈ સાંજે ભાવ ૫૪૦ હતા.
સોયાતેલ વાયદાના ભાવ ૭૬૨.૯૦ રહ્યા પછી રૂ.૭૫૮.૩૫ થઈ સાંજે ભાવ રૂ.૭૬૦થી ૭૬૧ વચ્ચે બોલાયા હતા. વિશ્વ બજારમાં અમેરિકામાં શિકાગો બજારમાં સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૦થી ૧૭ પોઈન્ટ નરમ રહ્યા પછી પ્રોજેકસનમાં ભાવ સાંજે ૫થી ૬ પોઈન્ટ માઈનસમાં હતા સોયાખોળનો વાયદો ઓવરનાઈટ બે પોઈન્ટ તથા સોયાબીનનો વાયદો ઓવરનાઈઆટ ૪થી ૧૦ પોઈન્ટ પ્લસમાં હતો.
જોકે ત્યાં ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૧૧૫, ૧૧૦, ૯૨, ૩૭ તથા ૧૮ પોઈન્ટ વિવિધ ડિલીવરીઓમાં ગબડયાના નિર્દેશો હતા. મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ ૧૦ કિલોના ડિગમના ઘટી રૂ.૭૧૮ તથા રિફા.ના રૂ.૭૫૮ હતા જ્યારે કપાસીયા તેલના ભાવ ઘટી રૂ.૭૩૮ બોલાયા હતા.
દરમિયાન મુંબઈ બજારમાં સિંગેતલના ભાવ ઘટી ૧૦ કિલોના રૂ.૯૫૫ હતા. રાજકોટ બાજુ ભાવ ઘટી રૂ.૯૦૦થી ૯૨૦ તથા ૧૫ કિલોના રૂ.૧૪૫૦થી ૧૪૬૦ હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ ઘટી રૂ.૬૯૨થી ૬૯૭ બોલાયા હતા. મુંબઈ બજારમાં સનફલાવરના ભાવ ઘટી રૂ.૭૨૫ તથા રિફા.ના રૂ.૭૮૮ હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૮૦ તથા કોપરેલના રૂ.૧૩૧૦ના મથાળે સૂસ્ત હતા. મુંબઈ ખોળ બજારમાં સિંગખોળના ભાવ ટનના રૂ.૨૩૫૦૦, કપાસિયા ખોળના રૂ.૨૨૨૦૦, સનફલાવર ખોળના રૂ.૨૪૦૦૦, સોયાખોળના રૂ.૩૨૧૩૫થીૂ ૩૨૧૪૦ તથા એરંડા ખોળના રૂ.૪૫૦૦ બોલાયા હતા.
દિવેલના ભાવ ૧૦ કિલોના કોમર્શિયલના રૂ.૧૦૭૩, એફએસજીના રૂ.૧૦૮૩ તથા એફએસજી કંડલાના રૂ.૧૦૬૩ હતા. જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૫૦૦ હતા. એરંડા વાયદા બજારમાં ભાવ ઉછળી માર્ચ વાયદાના સાંજે ૧૩૨ ઉંચા બોલાયા હતા. એપ્રિલ વાયદાના ભાવ રૂ.૧૧૪ ઉછળ્યા હતા. અમેરિકા-ખાતેથી પાંચ લાખ ટન સોયાબીનની ખરીદી કર્યાના વાવડ હતા.
ઘરઆંગણે મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૫૫૦૦ ગુણી તથા રાજકોટ બાજુ આવકો ૪૫૦૦ ગુણી નોંધાઈ હતી મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના રૂ.૮૦૦થી ૮૫૦ તથા ઉંચામાં રૂ.૮૮૦થી ૯૧૦ રહ્યા હતા. ભારતથી વિવિધ ખોળોની કુલ નિકાસ ફેબુ્ર.માં આશરે ૪૦થી ૪૫ ટકા ઘટયાના સમાચાર હતા.
મધ્ય પ્રદેશ બાજુ સોયાબીનની આવકો સોયાબીનની આવકો આશરે ૪૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ ભાવ રૂ.૩૬૭૫થી ૩૭૫૦ તથા પ્લાન્ટના રૂ.૩૭૫૦થી ૩૮૦૦ હતા. જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૭૩૮થી ૭૪૩ તથા રિફા.ના રૂ.૭૭૦થી ૭૭૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં સન ફલાવરના ભાવ સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૭૧૫ ડોલર હતા. સીપીઓ વાયદાના ભાવ ઘરઆંગણે સાંજે માઈનસમાં હતા. સોયાતેલનો વાયદો સાંજે રૂ.૧.૦૫થી ૧.૮૦ પ્લસમાં બોલાઈ રહ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EKINVD
No comments:
Post a Comment