ફોરેક્સ રિઝર્વ પુન: 400 અબજ ડોલરને પાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ફોરેક્સ રિઝર્વ પુન: 400 અબજ ડોલરને પાર

મુબઇ, શનિવાર 

ભારતનું વિદેશી હુંડિયામણ ભંડોળ ફરી એક વાર વધીને ૪૦૦ અબજ ડોલરની સપાટીને વટાવી ગયું છે. 

રિઝર્વ બેન્કના રિપોર્ટ મુજબ ૧લી માર્ચે સમાપ્ત થયેલ સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ ૨.૫૯ અબજ ડોલર વધીને ૪૦૦ અબજ ડોલરની મહત્વપૂર્ણ સપાટીને ફરી એકવાર વટાવીને ૪૦૧.૭૭ અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે.  

જ્યારે તેની અગાઉના સપ્તાહે ભારતનું વિદેશી હૂંડિયામણ ૯૪.૪૭ કરોડ ડોલર વધીને ૩૯૯.૨૧ અબજ થયું હતું. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સમિક્ષાધીન હેઠળના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડોળનો મહત્વનો ભાગ એટલે કે ફોરેન કરંસી એસેટ્સ ૨.૦૬ અબજ ડોલર વધીને ૩૭૪.૦૬૦ અબજ ડોલર પહોંચી ગયું છે. 

નોંધનિય છે કે, ભારતનું ફોરેક્સ રિઝર્વ આ અગાઉ ૧૩મી એપ્રિલ ૨૦૧૮ના છેલ્લા સપ્તાહે ૪૨૬.૦૨૮ અબજ ડોલરના વિક્રમી ઊંચા સ્તરે પહોંચી ગયું હતું. જોકે ત્યારબાદ તેમાં સતત ઘટાડો નોંધાયો હતો. 

મધ્યસ્થ બેન્કે કહ્યું કે પાછલા કેટલાંક સપ્તાહથી યથાવત રહ્યા બાદ સમિક્ષા હેઠળના સપ્તાહમાં દેશનંા ગોલ્ડ રિઝર્વ ૪૮.૮૭ કરોડ ડોલર વધીને ૨૩.૨૫ અબજ ડોલર થઇ ગયું છે. 

સપ્તાહ દરમ્યાન આંતરરાષ્ટ્રિય મુદ્રા કોષની પાસે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ પણ ૩૦ લાખ ડોલર વધીને ૧.૪૬૩ અબજ ડોલર થયું છે. તો આઇએમએફમાં દેશની રિઝર્વ પોઝિશન પણ ૬૨ લાખ ડોલર વધી ૨.૯૯૯ અબજ થઇ છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uwb212

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages