રાજકોટ: ક્રાઈમ બ્રાન્ચે IPL ટી-20 મેચ ઉપર જુગારનો સટ્ટો રમતા આરોપીને મુદ્દામાલ સાથે પકડ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

રાજકોટ: ક્રાઈમ બ્રાન્ચે IPL ટી-20 મેચ ઉપર જુગારનો સટ્ટો રમતા આરોપીને મુદ્દામાલ સાથે પકડ્યા


રાજકોટ, તા. 27 માર્ચ 2019 બુધવાર

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પોલીસ કમિશ્નરની સૂચનાથી રાજકોટ શહેર વિસ્તારમાં તકેદારી સ્વરૂપે અસરકારક પેટ્રોલીંગ કરી જુગાર/દારૂ શોધી કાઢવા સંર્દભેની મળેલી સૂચનાના આધારે PSI તથા ASI, પો. હેડ. કોન્સ. સાથે રાજકોટ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. 

દરમિયાન બાતમીના આધારે એરપોર્ટ રોડ પર આવેલી રેસકોર્ષ પાર્ક શેરી નં- 3, રૂબી એપાર્ટમેન્ટ ફ્લેટ નં-404 ચોથા માળે મનીષભાઈ રમેશભાઈ બદીયાણી જાતે લોહાણા ઉ.વ. 35ના કબજા ભોગવટાવાળા ફ્લેટમાં રેડ કરતા ભારતમાં ચાલતી IPL ચેન્નઈ સુપર કિંગ V/S દિલ્હી કેપીટલસ વચ્ચે 20-20 મેચ 20 ઓવરના મેચ જે નામની ટીમો વચ્ચે રમાતી લાઈવ ક્રિકેટ મેચ ઉપર ટી.વી તથા મેચના સ્કોર ઉપર ક્રિકેટનો સટ્ટો મોબાઈલ ફોન ઉપર રમી રમાડી પૈસાની હારજીત કરી ટી.વી. નંગ-1, તથા મોબાઈલ ફોન નંગ-1, તથા મોબાઈલ ફોન નંગ-1 તથા સેટએપ બોક્ષ તથા રીમોર્ટ તથા ડાયરીના પેઈઝ નંગ-2 તથા સાદી બોલપેન તથા રોકડા રૂપિયા વગેરે મળી કુલ રૂ. 12,720નો મુદ્દામાલ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કર્યો હતો.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OwiqHm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages