સૌરાષ્ટ્રમાં ભાજપમાં વિરોધના સૂર, પોરબંદરમાં પોસ્ટરો, વાંકાનેરમાં સંમેલન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

સૌરાષ્ટ્રમાં ભાજપમાં વિરોધના સૂર, પોરબંદરમાં પોસ્ટરો, વાંકાનેરમાં સંમેલન



રાજકોટ, તા. 27 માર્ચ 2019, બુધવાર

સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર લોકસભા બેઠક ઉપર ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં વિરોધના સુર ઉઠવા લાગ્યા છે. પોરબંદર લોકસભાની બેઠક માટે ભાજપે ગોંડલના સામાજિક અગ્રણી રમેશભાઈ ધડૂકને ટિકિટ આપતા રાદડિયા પરિવાર નારાજ થયો હોય તેમ પોરબંદર, ધોરાજી, કેશોદ, જેતપુર સહિતના શહેરોમાં વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયાની પત્ની અથવા પુત્રને ટિકિટ આપાવની માંગ સાથે પોસ્ટરો લાગ્યા છે. બીજી બાજુ વાંકાનેરમાં ભાજપના નેતા જીતુભાઈ સોમાણી રાજકોટ બેઠક પર મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવાથી નારાજ થયા હોય તેમ સંમેલન બોલાવી નારાજગી ઠાલવી હતી.

પોરબંદરના જ્યુબેલી પુલ સહિતના અલગ અલગ વિસ્તારો ઉપરાંત ધોરાજી,જેતપુર, કેશોદ સહિતના શહેરોમાં વિઠ્ઠલ રાદડીયાની તસ્વીર સાથેના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.

જેમા લખવામાં આવ્યું છે કે વિઠ્ઠલ રાદડીયા પરિવારને જ પોરબંદર સીટ માટે  ટીકીટ આપો સક્ષમ ઉમેદવાર લલીતભાઈ વિઠ્ઠલભાઈ રાદડીયા અથવા ચેતનાબેન વિઠ્ઠલભાઈ રાદડીયા બે માંથી એક ફાઈનલ કરો. રાદડીયા પરિવાર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લખી પોસ્ટર લગાડવામાં આવ્યા છે.

વાંકાનેરમાં ભાજપના નેતા જીતુભાઈ સોમાણીએ સ્નેહમિલનનાં નામે સંમેલન બોલાવી સમર્થકો સમક્ષ નારાજગી વ્યક્ત કરતા જણાવેલ કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં પોતે ભાજપના ઉમેદવાર હતા, ત્યારે ચૂંટણી જીતાડવાની ખાતરી આપનારા મોહનભાઈ કુંડારિયાએ પોતાના પક્ષનાં જ ઉમેદવારને હરાવવા અન્ય અપક્ષ ઉમેદવારને મદદ કરી હતી. નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં તેમનો માત્ર ૧૨૦૦થી વધુ મતે પરાજય થયો હતો.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FECOTT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages