
રાજકોટ, તા,26 માર્ચ 2019, મંગળવાર
શહેરની સોની બજારના વેપારીઓ પાસેથી ૨૦૦૬ની સાલમાં ૧૩ લાખનું સોનુ દાગીના બનાવવા માટે લઈ જઈ ભાગી ગયેલા રાજેશ શાંતિલાલ ફીચડીયા (૪૪)ને પેરોલ ફર્લો સ્ક્વોડે સૂરતથી ઝડપી લીધો હતો.
આ અંગે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો ત્યારથી આ ગુનામાં રાજેશ વોન્ટેડ હતો. તે હાલ રાકેશ સોની નામ ધારણ કરી સૂરતમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળતા પેરોલ-ફર્લો સ્ક્વોડે તેને ઝડપી લીધો હતો. સૂરતમાં તે ઉતરાણ રેલવે સ્ટેશન પાસે સાંઈ પૂજા રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતો હતો.
વોન્ટેડ રહ્યો તે સમય દરમિયાન તેનાં પિતાનું અવસાન થતા પોલીસ પકડી લેશે તેવા ભયથી રાજકોટ પણ આવ્યો ન હતો. તેણે સટ્ટામાં હારી જતા ઠગાઈ કર્યાનું રટણ કર્યાનું પોલીસે જણાવ્યું હતું.
પેરોલ ફર્લો સ્ક્વોડે તેને એ ડિવીઝન પોલીસના હવાલે કર્યો હતો. જે હવે તેની સામે આગળની કાર્યવાહી કરશે. સૂરતમાં તે એક ફાર્મા કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FECIM1
No comments:
Post a Comment