વસ્ત્રાપુરમાં IIM રોડ પર બાઇકની ટક્કરથી વૃધ્ધનું મોત ઃ બાઇક ચાલક ગંભીર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

વસ્ત્રાપુરમાં IIM રોડ પર બાઇકની ટક્કરથી વૃધ્ધનું મોત ઃ બાઇક ચાલક ગંભીર

અમદાવાદ, તા. 10 માર્ચ 2019,રવિવાર

અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં બેફામ વાહનો હંકારવાના કારણે ગંભીર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. વસ્ત્રાપુર આઇઆઇએમ રોડ પર બાઇકની ટક્કરથી રોડ ક્રોસ કરતા વૃધ્ધનું મોત નીપજ્યું હતું. બીજીતરફ બાઇક ચાલકને પણ ગંભીર ઇજાઓ થતાં તે સારવાર હેઠળ છે. આ બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુર આઇઆઇએમ જુના કેમ્પસમાં રહેતા અને ચાના સ્ટોરમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા દેવાભાઇ ગોરધનભાઇ ભાટીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા ગઇકાલે વહેલી સવારે ચાલતા ચાલતા આઇઆઇએમ રોડ પરથી પસાર થતા હતા ત્યારે પૂુછઝડપે આવી રહેલા બાઇક ચાલકે ટક્કર મારતાં તેઓ જમીન પર પકડાયા હતા. ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે વાડીલાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજીતરફ બાઇક ચાલકને પણ ગંભીર ઇજાઓ થતાં તે પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.

ચાંગોદર પાસે પણ બે દિવસમાં અકસ્માતના બે બનાવોમાં બ યુવકોના મોત નીપજ્યા હતા. આમ અમદાવાદ શહેર તેમજ અમદાવાદ જિલ્લામાં બેફામ વાહન હંકારવાના કારણે દિવસે દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hdi3AZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages