અમદાવાદની જુદી જુદી સાત બેન્કોમાંથી લોન લીધી હતી મુંબઇમાં
બહેનને મળવા ગયો ને પોલીસે દબોચી લીધો
અમદાવાદ, તા. 10 માર્ચ 2019,રવિવાર
અમદાવાદમાં જુદી જુદી સાત બેકોમાંથી રૃા. ૩૬.૬૫ લાખની લોન લીધા બાદ ેઠગાઇ કરી હતી ત્યારબાદ વિદેશ ભાગી ગયેલા વાસણાના પરેશ ઠક્કરને પોલીસે ૧૭ વર્ષે મુંબઇથી ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં તે કેન્યા અને નરોબીમાં છુપાઇ ગયો હતો. તાજેતરમાં મુંબઇ ખાતે બહેનને મળવા જતાં પોલીસે તેને દબોચી લીધો હતો.
વાસણામાં આર.સી.પટેલ સ્કૂલ પાસે હીરામણી એપાર્ટમેન્ટમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા પરેશભાઇ લાલજીભાઇ ઠક્કરે ૨૦૦૨માં નવરંગપુરામાં આવેલી જુદી જુદી બેન્કોમાં ખોટા દસ્તાવેજ રજૂ કરીને રૃા. ૩૬.૬૫ લાખની લોન લીધી હતી. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે તેમની સામે છેતરપીંડીની સાત ફરિયાદો નોંધાઇ હતી.
એસઓજી ડીવાયએસપી બી.સી.સોલંકીના જણાવ્યા મુજબ આરોપી મુંબઇ પોતાની બહેનને મળવા આવ્યો હોવાની બાતમી આધારે ત્યાં પહોચીને પોલીસે પરેશ ઠક્કરની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી કાપડના ધંધામાં આર્થિક નુકસાન થતાં પરેશ ઠક્કર અને તેમના હિરેન બ્રહ્મભટ્ટે ભેગા મળી બોગસ દસ્તાવેજો આધારે અમદાવાદ શહેરમાં જુદી જુદી બેન્કોમાંથી રૃા. ૩૬.૬૫ લાખની લોન લીધી હતી.
છેતરપીડી આચર્યા બાદ પરેશ ઠક્કર અમદાવાદ ભાગી જઇને સુરત અને મુંબઇમાં રોકયો હતો ત્યારબાદ કેન્યા અને નૈરોબીમાં ભાગી ગયો હતો ત્યાંથી ડિસેમ્બર ૨૦૧૮માં ભારત આવીને રાજસ્થાનના પાલી શહેરમાં રોકાયો હતો જો કે તાજેતરમાં મુંબઇ ખાતે બહેનને મળવા આવતાં પોલીસે ઝડપી પાડયો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HoO4VP
No comments:
Post a Comment