ભાવનગર-ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ભાવનગર-ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

અમદાવાદ,તા.10 માર્ચ 2019,રવિવાર

ભાવનગર-ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેનના સમયમાં મુસાફરોની માંગણી પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન અઠવાડીયામાં ૬ દિવસ ચાલશે. ફક્ત રવિવારે આ ટ્રેન નહીં ચલાવાય.

આ ટ્રેન ભાવનગરથી સવારે ૪ઃ૫૦ કલાકે ઉપડશે જે ગાંધીનગર સવારે ૧૧ઃ૧૦ કલાકે પહોંચશે. ગાંધીનગરથી આ ટ્રેન ૧૭ઃ૪૫ કલાકે ઉપડશે જે ૨૩ઃ૫૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. હવે આ ટ્રેનને ભાવનગર પરામાં પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આમ અમદાવાદ, ગાંધીનગર ધંધા-નોકરી માટે આવતા મુસાફરો માટે સવાર-સાંજનો ટાઇમ યોગ્ય રહેતા તેઓ તેજ દિવસે ઘરે પરત ફરી શકશે.

નોંધપાત્ર છેકે ભાવનગર-ગાંધીનગર વચ્ચે દોડનારી આ નવી ઇન્ટરસિટી ટ્રેન ૧૯૨૦૪/૦૩ ગત તા.૧૦ ફેબુ્રઆરીથી ચાલુ કરાઇ છે. જે ભાવનગર પરા, સિહોર, ધોલા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, આંબલી રોડ થઇને ગાંધીનગર જશે.

બીજી તરફ ભાવનગરથી ઉપડતી દર રવિવારે સવારે ૪ઃ૫૦ કલાકે ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન ઉપડતી હોવાથી અમદાવાદ જનારા મુસાફરોને રવિવારે પણ ટ્રેન મળી રહેશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hr7wS6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages