ભાવનગર જિલ્લામાં કોંગો ફિવર: ઉમરાળાના ધરવાળા ગામના આધેડનુ મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

ભાવનગર જિલ્લામાં કોંગો ફિવર: ઉમરાળાના ધરવાળા ગામના આધેડનુ મોત

ભાવનગર, તા. 30 માર્ચ 2019, શનિવાર

ભાવનગર જિલ્લામાં કોંગો ફિવર તાવે દેખા દેતા આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ દોડતુ થઈ ગયુ છે. કોંગો ફિવરમાં થોડા દિવસ પૂર્વે ધરવાળા ગામના એક આધેડનુ મોત નિપજયુ હતુ, જયારે રેવા ગામના આધેડને સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. કોંગો ફિવર વાઈરસને અટકાવવા માટે જિલ્લાના ઉમરાળા તાલુકાના ધરવાળા અને રેવા ગામમાં આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગે તત્કાલ કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લાના ઉમરાળા તાલુકાના ધરવાળા ગામે રહેતા ભીખાભાઈ મનજીભાઈ વિસાણી (ઉ.48)ને ગત તા. 16 માર્ચે કોંગો ફિવર તાવ આવતા તત્કાલ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયાં તેઓનુ ગત તા. 17 માર્ચે સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું. આ અંગેની જાણ થતા આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગે ધરવાળા ગામમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ધરવાળા ગામમાં ગત વર્ષે પણ કોંગો ફિવરનો એક કેસ નોંધાયો હતો તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.

ઉમરાળા તાલુકાના રેવા ગામે રહેતા શ્યામલભાઈ અરજણભાઈ ભરવાડ (ઉ.પ૦)ને ગત તા. ર૦ માર્ચે તાવ આવતા ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેની તપાસ કરતા કોંગો ફિવર વાયરસના પગલે તાવ આવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતું. કોંગો ફિવરના કેસના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગે રેવા ગામે દવા છંટકાવ, ઘરની દિવાલોમાં દવાના લેપ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

હાલ રેવા ગામના એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જયારે નવા કોઈ કેસ નોંધાયા નથી તેમ જિલ્લા આરોગ્ય અધિકારી તાવીયાડએ માહિતી આપતા જણાવ્યુ હતું. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબની ટીમ પણ રેવા ગામે ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

કંઈ રીતે થાય છે કોંગો ફિવર?

કોંગો ફિવર ઘાતક રોગ એક ખાસ પ્રકારના વાયરસની થતો રોગ છે. આ રોગ થવા માટે મુખ્ય જવાબદાર વાહક પશુઓના લોહી પર નભતી ઈતરડી છે. ઈતરડી કરડવાથી વાયરસ શરીરમાં ફેલાય છે અને 30% કિસ્સામાં મૃત્યુ થઈ શકે છે.

કોને થઈ શકે?

પશુઓના વ્યવસાય સાથે જોડાયેલા લોકો તથા તેમના કુટુંબીજનો, આ રોગના દર્દીની સારવાર કરતા આરોગ્ય કાર્યકરો વગેરેને કોંગો ફિવર થવાની શકયતા રહેલી છે તેથી આવા લોકોએ ધ્યાન રાખવુ જરૂરી બની રહે છે.

કોંગો ફિવર રોગના લક્ષણો...

ઈતરડી કરયા બાદ 1 થી 3 દિવસ બાદ રોગના લક્ષણો દેખાય શકે છે, શરૂઆતમાં સખત તાવ, માથુ દુખવુ, સ્નાયુનો દુખાવો, ઉલ્ટી-ઉબકા, પેટમાં દુખાવો, થાક લાગવો, ચક્કર આવવા, સાંધાના દુખાવો, લાલાશવાળી આંખો તથા ચહેરો, શરીરે લાલ ચકામા જોવા મળે, નાક, પેશાબ, ઝાડા તથા દાંતના પેઢામાંથી લોહી નિકળવુ વગેરે લક્ષણ છે.

રોગથી બચવા માટે શુ કરવુ?

કોંગો ફિવર રોગથી બચવા માટે જો કોંગો ફિવરના લક્ષણ જણાય તો આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરવો, આછા કલરના આખા શરીરને ઢાકતા કપડા પહેરવા, ગમાણી સાફ સફાઈ રાખવી, તબીબની સલાહ લઈ ઈતરડી મારવાની દવાનો ઉપયોગ કરવો, ઈતરડીથી બચવા જંતુનાશક ટયુબ ચામડી પર પશુપાલકોએ લગાડવી જોઈએ તેમ આરોગ્ય વિભાગે જણાવેલ છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JSOZRv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages