Gmail પર પણ મેળવો WhatsAppની જેમ ઈમેલ વાંચ્યાનો રીપોર્ટ, જાણો કેવી રીતે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

Gmail પર પણ મેળવો WhatsAppની જેમ ઈમેલ વાંચ્યાનો રીપોર્ટ, જાણો કેવી રીતે


દિલ્હી, 25 ફેબ્રુઆરી 2019, સોમવાર

જેવી રીતે વોટ્સએપ પર જાણી શકાય છે કે તમારો મેસેજ સામેની વ્યક્તિએ વાંચ્યો છે કે નહીં તેવી જ રીતે જીમેઈલ પર પણ જાણી શકાય છે કે તમે મોકલેલો ઈમેલ વાંચવામાં આવ્યો છે કે નહીં. આ જાણકારી ઓનલાઈન ટૂલ મેલટ્રેકની મદદથી મેળવી શકાય છે. આ ટૂલ ઓનલાઈન ઉપલબ્ધ હોય છે અને તેના ઉપયોગ માટે કોઈ ચાર્જ ચુકવવો પડતો નથી. આ ટૂલનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા https://ift.tt/1f7QzVr પર જવું અને ત્યારબાદ ગેટ મેલ ટ્રેક પર ક્લિક કરો. આમ કરવાથી આ વેબસાઈટ તમારા જીમેઈલ સાથે જોડાઈ જશે અને ત્યારબાદ તમે જેટલા મેઈલ સેન્ડ કરશો તેની ડિલીવરીનો રીપોર્ટ તમને મળી જશે. આ વેબસાઈટની મદદથી તમે એ પણ જાણી શકશો કે તમારો મેઈલ કયા કયા સમયે ખોલવામાં આવ્યો છે. 

આ વેબસાઈટ સિવાય સ્ટ્રીક એપનો ઉપયોગ કરીને પણ તમે ઈમેઈલ અંગે જાણી શકો છો. તેના માટે https://ift.tt/2EvLRWT tracking in gmail પર જવું અને ત્યાં ઈંસ્ટોલના વિકલ્પને પસંદ કરવો. આ એપ તમારા જીમેઈલ સાથે જોડાઈ જશે અને ત્યારબાદ મેઈલ સંબંધિત જાણકારી તમને સતત મળતી રહે છે. સ્ટ્રીકના માધ્યમથી તમે શેડ્યૂલ પોસ્ટ પણ મોકલી શકો છો. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VivK4i

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages