
ભાવનગર, તા. 01 માર્ચ 2019, શુક્રવાર
ભાવનગરની ચોથી ઔદ્યોગિક વસાહત બનનારી નારી GIDCમાં પ્લોટ બુકીંગની ઓનલાઈન અરજીની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના અન્ય શહેરોની તુલનામાં ભાવનગરની નારી GIDCમાં પ્રતિ ચો.મી. જમીનના ઉંચા ભાવ તેમજ હજુ સુધી પ્લોટના પ્લાન નક્કી થયા ન હોવાથી ઉદ્યોગકારોમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો છે. જો કે, તેમ છતાં હજારેક જેટલી ઓનલાઈન અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગરમાં નવા ઉદ્યોગ આવે તે તાતી જરૃરિયાત છે. ભાવનગરનો ઔદ્યોગિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે નારી ગામ ખાતે નવી GIDC સ્થાપવાની જાહેરાત કરી હતી. પરંતુ નારી ગામ નજીક 115 હેક્ટરમાં પ્લાસ્ટીક અને નોન પ્લાસ્ટીક પાર્ક સાથેની નિર્માણ પામનારી નવી GIDCમાં જમીન માટેના વાસ્તવીક કરતા ડબલ ભાવ જાહેર કરાયા છે. જેના કારણે પહેલેથી જ ઉદ્યોગકારોમાં નિરાશા જન્મી હતી. તેની અસર ઓનલાઈન પ્લોટ બુકીંગમાં પણ જોવા મળી છે.
28 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજીની ચાલેલી પ્રક્રિયામાં આશરે 925 થી 980 જેટલી ઓનલાઈન અરજી થઈ હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. આ સુચિત ઔદ્યોગિક વસાહતમાં અંદાજે 600 જેટલા પ્લોટ પડવાના છે. ત્યારે પ્લોટની સંખ્યા સામે અરજીની સંખ્યા દોઢ ગણી છે. પરંતુ જમીનના અવાસ્તવિક ભાવને કારણે ઓનલાઈન અરજી બાદ પ્લોટ મેળવવા માટે આગળની જરૃરી કાર્યવાહી કરવા કેટલા ઉદ્યોગકારો ગાંધીનગર સ્થિત પ્રાદેશિક કચેરી સુધી પોતાના દસ્તાવેજો પહોંચાડશે? તેના પર ભાંગતા ભાવનગરની વિકાસયાત્રાનો મદાર રહ્યો છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VtGY6f
No comments:
Post a Comment