ભાવ.,ઘોઘા અને તળાજા તાલુકામાં સંભવિત પરિસ્થિતીને અનુલક્ષી સભા સરઘસ પર પ્રતિબંધ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

ભાવ.,ઘોઘા અને તળાજા તાલુકામાં સંભવિત પરિસ્થિતીને અનુલક્ષી સભા સરઘસ પર પ્રતિબંધ


ભાવનગર, તા. 01 માર્ચ 2019, શુક્રવાર

ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારુ રૂપથી જળવાઈ રહે તેવા હેતુથી ભાવનગર,ઘોઘા તેમજ તળાજા તાલુકામાં 4 કે તેથી વધુ વ્યકિતઓને ભેગા થવા પર, સરઘસ કાઢવા પર  ફોજદારી કાર્યરીતિ અધિનિયમ તેમજ પોલીસ અધિનિયમન અંતગર્ત સંભવિત પરિસ્થિતીને ધ્યાને લઈને જાહેરનામા જારી કરવામાં આવેલ છે.

ઘોઘા અને ભાવનગર તાલુકાના બાડી, હોઈદડ, મલેકવદર, પડવા, ખડસલીયા, થળસર, લાખણકા, થોરડી, રામપર, સુરકા અને આલાપર વ. ગામોમાં તા. 16 માર્ચ સુધી 4 કે તેથી વધુ વ્યકિતને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ બહાર પડાયો છે. તેમજ બાડી પડવા ગામની 15 કિ.મી. ત્રીજયામાં આગામી તા. 16.3 સુધી નાયબ પોલીસ અધિક્ષક કે ઉપરી અધિકારી કોઈપણ રોડ,રસ્તા બંધ કરાવી શકશે. ઘોઘા,બાડી, લાખણકા, થોરડી, રામપર, સુરકા અને આલાપર વ. ગામમાં તા. 11-03 સુધી યોગ્ય સત્તાધીકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર તેમજ ગેરકાયદેસર મંડળી રચી વ્યકિતઓ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

આ ઉપરાંત દાઠા, તલ્લી, બાંભોર, દયાળ, ઉંચા કોટડા અને નીચા કોટડા,ભાટીકડા અને વાલર વ. ગામોમાં તા.૭ માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા  પર તેમજ ગેરકાયદેસર મંડળી રચી વ્યકિતઓ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ વ્યાસ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

તેમજ દાઠા, તલ્લી, બાંભોર, દયાળ ઉંચા કોટડા અને નીચા કોટડા, ભાટીકડા અને વાલર વ. ગામની ૧૫ કિ.મી.ની ત્રીજયામાં તા.૫.૩ સુધી નાયબ પોલીસ અધિક્ષક કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારી  દ્વારા કોઈપણ  રોડ,રસ્તા, શેરી કે ચોક બંધ કરાવી શકશે એટલું જ નહિ, આ ગામોમાં તા. 05-03 સુધી ચાર કે તેથી વધુ વ્યકિતઓએ પૂર્વ મંજુરી વગર એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરોકત તમામ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EHJj89

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages