BSS ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં આરોપી હાર્દિક ઝડફીયાને જેલ કસ્ટડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

BSS ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં આરોપી હાર્દિક ઝડફીયાને જેલ કસ્ટડી


- સીઆઈડી ક્રાઈમે ૧.૬૪ કરોડના ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં આરોપીના ૩ દિવસના રિમાન્ડ પુરા થયા બાદ વધુ રિમાન્ડની માંગણી કરી નહિ

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

રૂ.૧.૬૪ કરોડના બીએસએસ ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે ઝડપેલા બીટ્સ ટ્રેડ કંપનીના આરોપી પ્રમોટર્સ-ભાગીદાર હાર્દિક ઝડફીયાના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતાં આજે વધુ રિમાન્ડની માંગ વગર મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.કે.દેસાઈની કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.

બીટ્સ ટ્રેડ કંપનીના નામે બીએસએસ ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી રોકાણકારોને વધુ વળતરની લાલચ આપીને રૂ.૧.૬૪ કરોડનું ગુનાઈત કૌભાંડ આચરવા અંગે કંપનીના આરોપી સંચાલકો રાકેશ શામજી ભીમાણી, નિકુંજ સાવલીયા, હાર્દિક ઝડફીયા, કલ્પેશ લાખાણી તથા અશોક ખાંભી વગેરે વિરુધ્ધ સીઆઈડી ક્રાઈમ સુરત ઝોનમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરત સીઆઈડી ક્રાઈમે આ કેસમાં કંપનીના પ્રમોટર્સ ભાગીદાર તથા વેબસાઈટ હેન્ડલ કરનાર આરોપી હાર્દિક ઝડફીયા (રે.નંદ સોસાયટી,મોટા વરાછા)ની તા.૨૫મી ફેબુ્રઆરીના રોજ ધરપકડ કરી કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 

સીઆઈડી ક્રાઈમે આરોપીની ઓફિસમાંથી મેળવેલા ૨૩ સીપીયુ, ત્રણ લેપટોપ, કોમ્પ્યુટર્સ, ૧૦ અલગ અલગ કંપનીના પેન ડ્રાઈવ સહિતના દસ્તાવેજોના આધારે આરોપીની નફામાં હિસ્સો, મેળવેલ કમિશન તથા સ્થાવર જંગમ મિલકતોની તપાસ હાથ ધરી હતી. આજે આરોપીના રિમાન્ડ પુરા થતાં સીઆઈડી ક્રાઈમના તપાસ અધિકારીએ આરોપીના વધુ રિમાન્ડની માંગ ન કરતાં કોર્ટ કસ્ટડીમાં સોપતો રિપોર્ટ કર્યો હતો. જેથી કોર્ટે આરોપીને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે. અત્રે નોંધનીય  છેકે આ કેસના અન્ય આરોપીઓ હજુ સીઆઈડી ક્રાઈમની પહોંચથી દુર છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EjWLh4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages