વડોદરામાં સ્વાઇન ફ્લુના કારણે તરસાલી અને દશરથની બે મહિલાઓના મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

વડોદરામાં સ્વાઇન ફ્લુના કારણે તરસાલી અને દશરથની બે મહિલાઓના મોત

વડોદરા,તા.27 ફેબ્રુઆરી 2019, બુધવાર

ઋતુ પરિવર્તનના માહોલમાં શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન વાદળછાયુ વાતાવરણ અને માવઠું થતા વાઇરસથી ફેલાતી બીમારીઓમાં વધારો થયો છે જેમાં સ્વાઇન ફ્લુ પણ એક છે. વડોદરાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લુના લક્ષણો સાથે દાખલ થયેલા ૩૯ નવા દર્દીઓના સ્વાઇન ફ્લુ રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા જે પૈકી ૧૪ દર્દીઓને સ્વાઇન ફ્લુ હોવાનું નિદાન થયુ છે.

જ્યારે સ્વાઇન ફ્લુની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ તરસાલીના ૫૮ વર્ષના મહિલા અને એસએસજી હોસ્પિટલમાં દાખલ દશરથના ૫૫ વર્ષના મહિલાનું આજે મોત થયુ હતું. તે સાથે જ વડોદરામાં છેલ્લા બે મહિનામાં સ્વાઇન ફ્લુના કારણે મૃત્યુની સંખ્યા ૧૭ પર પહોંચી છ.

વડોદરામાં બે મહિનામાં સ્વાઇન ફ્લુના કુલ ૨૯૭ કેસ નોંધાયા છે જે પૈકી ૨૧૬ દર્ધીઓ સારવાર બાદ સાજા થઇ ગયા છે તો ૬૪ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. જ્યારે વડોદરા જિલ્લામાં બે મહિનામાં સ્વાઇન ફ્લુના ૬૨ કેસ નોંધાયા છે જે પૈકી ૯ના મોત થયા છે, ૧૧ સારવાર હેઠળ છે અને ૪૨ દર્દીઓ સાજા થઇ ગયા છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GQ5tr7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages