
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
ચૂંટણી પંચે આજે સ્પષ્ટતા કરી હતી કે મતદાન કરવા માટે માત્ર ફોટો વોટર સ્લીપ અપુરતી રહેશે અને મતદારે મત આપવા માન્ય બાર દસ્તાવેજો પૈકીનો કોઇ પણ એક લઇ જવું પડશે.પંચના ઓર્ડરમાં કહેવામાં આવ્યું હતું કે આવી સ્લીપમાં સુરક્ષાનો કોઇ જ ફીચર નહીં હોવાથી વોટર સ્લીપના ઉપયોગ સામે અમને રજૂઆતો મળતાં નિર્ણય લીધો હતો.
મત પત્રકને અંતિમ સ્વરૃપ અપાયા પછી આ સ્લીપો છપાય છે અને ચૂંટણીના થોડા સમય પહેંલા જ બુથ લેવલ અધિકારી દ્વારા વહંેચાય છે.'ફોટો વોટર સ્લીપની ડીઝાઇનમાં સુરક્ષાની કોઇ જ નિશાની હોતી નથી. વાસ્તવમાં ઇલેકટ્રોલ ફોટો આઇડેન્ટીટી કાર્ડનું કવરેજ પુરૃં થયું નહીં હોવાના કારણે આને એક વૈકલ્પિક દસ્તાવેજ તરીકે શરૃ કરાઇ હતી.
હાલમાં મળતી માહિતી મુજબ,૯૯ ટકા કરતાં વધુ પુખ્ત વ્યક્તિઓને આધાર કાર્ડ અપાઇ ગયા હતા. 'આ તમામ બાબતોને ધ્યાનમાં લઇ પંચે નિર્ણય કર્યો હતો કે મતદાન કરવા માત્ર ફોટો વોટર સ્લીપને ઓળખના દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં નહીં આવે'એમ પંચે કહ્યું હતું.
તેમ છતાં આવી સ્લીપો બનાવવાનું ચાલુ જ રહેશે અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃત્તિ લાવવાના અભિયાનના એક ભાગરૃપે તેની વહેંચણી પણ ચાલુ જ રહેશે. સ્લીપમાં એવી પણ ચેતવણી છપાશે કે ઓળખના હેતુ માટે આને સ્વીકારી શકાશે નહીં.'કોઇ મતદાર મતદાનથી વંચિત ના રહી જાય તેની ખાતરી કરવા પંચે આદેશ કર્યો હતો કે ફોટો વોટર સ્લીપની સાથે અન્ય ૧૨ પૈકીનો કોઇ પણ એક અન્ય પુરાવા રજૂ કરવા પડશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T95mNI
No comments:
Post a Comment