અમદાવાદ,રવિવાર
ચૂંટણીપંચ દ્વારા આજે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ છે ત્યારે ગુજરાતમાં ૨૩મી એપ્રિલે ચૂંટણી યોજાનાર છે.૨૩મી એપ્રિલે ગુજરાતમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટ લેવામા આવનાર છે.પરંતુ ૨૩મીએ ગુજરાતમાં મતદાન હોવાથી ફરી એકવાર ગુજકેટની તારીખ બદલવી પડશે.
ધો.૧૨ સાયન્સ પછી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) અગાઉ ગુજરાત શિક્ષણ બોર્ડે ૩૦મી માર્ચે લેવાનું નક્કી કર્યુ હતું.પરંતુ સીબીએસઈની ધો.૧૨ની એક વિષયની પરીક્ષા ૩૦મી માર્ચ હોવાથી વિદ્યાર્થીઓ-વાલીઓની રજૂઆતને પગલે બોર્ડે ગુજકેટની તારીખ બદલીને ૪થી એપ્રિલ કરી હતી. ત્યારબાદ સીબીએસઈએ પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરતા ૪થી એપ્રિલે પણ એક વિષયની પરીક્ષા આવતી હોવાથી ગુજરાત શિક્ષણ બોર્ડે ફરી ગુજકેટની તારીખ બદલીને ૨૩મી એપ્રિલ કરવામા આવી હતી.
૨૩મી એપ્રિલે ગુજકેટ માટે બોર્ડે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી દીધી છે અને ૨૩મી એપ્રિલે ગુજકેટ લેવાશે તે સાથેનું વિદ્યાર્થીઓએ-પ્લાનિંગ કરી દીધુ હતું અને બોર્ડની પરીક્ષાઓ પૂરી થયા બાદ વિદ્યાર્થીઓએ ગુજકેટની તૈયારીથી માંડી ૨૩મી એપ્રિલ બાદ વેકેશનમાં ફરવા જવા માટેનું આયોજન પણ કરી દીધુ હતું.પરંતુ આજે ચૂંટણીની જાહેર થયેલી તારીખોમાં ૨૩મી એપ્રિલે ગુજરાતમાં મતદાન થનાર છે.જેને લઈને હવે ફરી એકવાર ગુજકેટની તારીખમાં ફેરફાર કરવામા આવશે.
ગુજરાત બોર્ડે હજુ સુધી નવી તારીખ નક્કી કરી નથી.બોર્ડ દ્વારા આ બાબતે અન્ય પરીક્ષાઓની તારીખો તપાસીને થોડા દિવસમાં ગુજકેટની નવી તારીખ જાહેર કરી દેવાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hdi9IR
No comments:
Post a Comment