જીતુ વાઘાણી સહિતના કેટલાય નેતાઓ સામે કેસ છે છતાં કાર્યવાહી કેમ નથી થતી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

જીતુ વાઘાણી સહિતના કેટલાય નેતાઓ સામે કેસ છે છતાં કાર્યવાહી કેમ નથી થતી

સુરેન્દ્રનગર, તા. 24 માર્ચ 2019 રવિવાર

ભાજપના સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરા ની ટિકિટ કાપી નખાતા ભાજપમાં બળવો થયો છે. સાંસદ દેવજીભાઈ ફતેપુરાએ મીડિયા સાથેની વાતચીતમાં અનેક પ્રકારના ખુલાસાઓ અને ધડાકાઓ કર્યા છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે સુરેન્દ્રનગરની ટિકિટ પૈસાના જોરથી ખરીદવામાં આવી છે. આ ટિકિટ કેટલા રૂપિયામાં વેચાઈ હશે. તે અંગે દેવજી ફતેપરાએ કહ્યું કે આ બાબત તો રૂપિયા આપનારને જ અને લેનારને જ ખબર હોય પરંતુ બજારમાં વાતચીત થઈ રહી છે કે પૈસાથી ટિકિટનું વેચાણ થયું છે તેમજ ધનજીભાઈ પટેલે સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્ર મુજપરા ને દોઢથી બે કરોડ રૂપિયા આપવાનું પણ જણાવ્યું છે.

ડોક્ટર મુજપરા ધનજીભાઈ ને ત્યાં ઘણા વર્ષોથી નોકરી કરે છે ઉપરાંત ભાજપના ભૂતપૂર્વ નેતા જયંતિ કાવડિયા એવું ઇચ્છે છે કે સુરેન્દ્રનગર બેઠક પરથી કોઈ દબંગ નેતા આવવો જોઈએ નહીં પરંતુ તેમને કહ્યાગરો ઉમેદવાર જોઈએ છે ડોક્ટર મહેન્દ્ર મુજપુરા તેમના કહ્યાગરા જ છે ભાજપના સાંસદ દેવજી ફતેપરા એ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું કે મારી સામે ચેક રીટન કેસ જે ચાલી રહ્યો છે તેમાં કોઈ જ દમ નથી આ કેસને ખોટી રીતે લંબાવાઈ રહ્યો છે મારા કરતાં પણ વધારે રકમના ચેક રિટર્ન ના કેસ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે પણ થયેલા છે.

ઉપરાંત ભાજપના અન્ય કેટલાય નેતાઓ સામે આ પ્રકારના કેસો છે આમ છતાં કોઈના વિરુદ્ધ પગલાં લેવાતા નથી અને માત્ર મારી ટિકિટ કાપી નાખવામાં આવે છે ખુદ જયંતિ કવાડિયા સામે પણ ૨૦૦ કરોડનું ભરતી કૌભાંડ નો આક્ષેપ થયેલો છે આમ છતાં તેઓ વિરુદ્ધ ભાજપ કોઇ જ પગલાં લેતું નથી.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ufnwgs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages