ટિકિટ નહીં મળતા સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

ટિકિટ નહીં મળતા સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે

સુરેન્દ્રનગર, તા. 24 માર્ચ 2019 રવિવાર

હાલના ભાજપના સુરેન્દ્રનગરના સાંસદ સભ્યો દેવજી ફતેપરાને ફરી ટિકિટ નહીં મળતા ભાજપમાં ભડકો થયો છે. મીડિયા સાથેની વાતચીતમાં દેવજી ફતેપરા એ જણાવ્યું કે મારી ટીકીટ કાપવા પાછળ ગુજરાતના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા અને ધનજીભાઇ પટેલ જવાબદાર છે.

ધનજીભાઈ પટેલ મારી પાસેથી તેમના ભાણેજ માટે દિલ્હીમાં આવેલો મારો બંગલો બિઝનેસના કામ થી માગ્યો હતો પરંતુ મેં તેમને ના પાડી હતી અને આ અંગેની જાણ પણ ભાજપના નેતાઓને કરી હતી.

ધનજીભાઈ પૈસાના જોરે ચૂંટણી જીત્યા હતા જ્યારે જયંતિ કવાડિયા હળવદમાં દાદાગીરી કરે છે મેં પાંચ વર્ષમાં સંસદ તરીકે મારી જવાબદારી નિભાવી છે અને લોકોના અનેક કામો કર્યા છે હું મતદારોને પાંચ વર્ષનો હિસાબ આપવા તૈયાર છું મારી બદલે ડોક્ટર મહેન્દ્ર મુજપરાને ટિકિટ આપી છે પરંતુ તેઓ ક્યારેય ભાજપમાં દેખાતા નથી અને સમાજના એક પણ કામમાં આવતા નથી.

સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન પણ 80થી 85 ટકા લોકોએ મને ટિકિટ મળે તેવી ભલામણ કરી હતી બીજી બાજુ ધનજીભાઇ પટેલ ડોક્ટર મહેન્દ્ર ને લઈને ફરતા હતા અને મારી જાહેરમાં ટીકા કરતા હતા ડોક્ટર મહેન્દ્ર ભાઈ મૂળ કોંગ્રેસ ગોત્રના છે હવે તમે શું કરશો કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશો કે કેમ તેવા મીડિયા દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં દેવજી ફતેપરા એ જણાવ્યુકે કોંગ્રેસના નેતાઓના મારી ઉપર ફોન આવી રહ્યા છે પરંતુ મેં કહ્યું છે કે હું તમને બે-ત્રણ દિવસમાં જવાબ આપીશ કારણકે હું સમાજના લોકો સાથે મીટીંગ કરીશ.

સમાજના લોકો મને જે કહેશે તે મુજબ હું આગળ વધીશ સમાજના લોકો કહે તો હું ભાજપમાંથી રાજીનામું આપી દઈશ જો સમાજના લોકો મને કહે છે કે તમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડો તો હું કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરની બેઠક પરથી ચૂંટણી લડીશ દેવજી ફતેપુરા એ વધુમાં એવું ધડાકો પણ કર્યો છે કે તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પરસોતમ સાબરીયા ભાજપમાં ગયા હતા પરંતુ અગાઉ ભાજપ સરકારે તેઓને જેલમાં નાખ્યા હતા જેની પાછળ પણ ભાજપના નેતા જયંતિ કાવડિયા જવાબદાર છે.

જેન્તી કાવડિયા ધનજીભાઈ પટેલને ભાજપમાં લાવ્યા હતા આમ સુરેન્દ્રનગર બેઠક માટે ભાજપમાં ભડકો થયો છે તેમના જ હાલના સાંસદ દેવજીભાઈ ફતેપરા એ બળવો કર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આગામી દિવસોમાં દેવજી ફતેપરાનો બળવો ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે જેની અસર અન્ય બેઠકો પર પણ પડી શકે છે જો ભાજપ હાઈકમાન્ડ ભાજપના આંતરિક અસંતોષ ખાળી નહીં શકે તો સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર ભાજપને ગંભીર નુકસાન થઈ શકે છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OlKq0m

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages