કુવાડવા ગામમાં બે ભાઈઓ પર છરી અને પાઈપ વડે હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

કુવાડવા ગામમાં બે ભાઈઓ પર છરી અને પાઈપ વડે હુમલો



રાજકોટ, તા. 24 માર્ચ 2019, રવિવાર

રાજકોટ નજીકના રફાળા ગામના પ્રદિપ મનસુખભાઈ મકવાણા નામના ૨૨ વર્ષના યુવાન તેના ભાઈ પર ગઈકાલે કુવાડવા ગામમાં ફાળદંગના શિવરાજ ધીરૂભાઈ વાળા તેનો ભાઈ અને છ અજાણ્યા શખ્સોએ છરી, પાઈપ વડે હુમલો કરી, જ્ઞાાતિ પ્રત્યે અપમાનીત કર્યાનો બનાવ કુવાડવા પોલીસમાં નોંધાયો છે.

ફરિયાદમાં પ્રદિપે જણાવ્યું છે કે ગઈ તા. ૨૦મીએ તેના ઘર નજીકના પટ્ટમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. તે રાત્રે બારેક વાગ્યે ફાળદંગનો શીવરાજ તેનો ભાઈ તથા બે અજાણ્યા શખ્સો કાર લઈને તેના ઘર નજીકથી પૂરપાટ વેગે નિકળતા તેણે ટપાર્યા હતા. તે વખતે શિવરાજે તેને કહ્યું હતું કે ગાડી આજ રીતે ચાલશે, તારે થાય તેમ કરી લેવાનું હું તને જોઈ લઈશ તેમ કહી બધા જતાં રહ્યા હતા. ગઈકાલે સાંજે તે અને તેનો ભાઈ મહેન્દ્ર કુવાડવા જીઆઈડીસીમાં કામેથી રિક્ષામાં ઘરે જવા માટે નિકળ્યા બાદ કુવાડવા રોડ પરની શક્તિ હોટલ પાસે બંને ઉતરી ગયા હતા.

એવામાં આઈ-૨૦ કારમાં આરોપીઓ ધસી આવ્યા હતા અને બંને ભાઈઓને ગાળો ભાંડી, જ્ઞાાતિ પ્રત્યે અપમાનીત કરી તમારા ગામમાં પૂર ઝડપથી જ ગાડી ચલાવશું તમારે થાય તે કરી લેવાનું તેમ કહી શિવરાજે છરીના તેના વાસામાં બે ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત શિવરાજનાં ભાઈએ તેના માથામાં પાઈપ ફટકાર્યો હતો. બંને પગમાં પણ પાઈપના ઘા ઝીંક્યા હતા.

તેના ભાઈને પણ પગમાં અને વાંસામાં પાઈપના ઘા ઝીંક્યા હતા. સાથે રહેલા પાંચથી છ અજાણ્યા શખ્સોએ બંને ભાઈઓને ગડદાપાટુનો બેફામ માર માર્યો હતો. ત્યાં લોકો એકત્રિત થઈ જતા બધા આરોપીઓ જતા રહ્યા હતા.

બંને ભાઈઓને બાદમાં સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં જઈ કુવાડવા પોલીસે આરોપીઓ સાથે રાયોટીંગ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. નિયમ મુજબ તમામ એસીપીને સોંપવામાં આવી છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JCWhbK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages