વેચાણ માટે મુકાયેલા અનેક જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં હિસ્સો ખરીદવા રોકાણકારોમાં દેખાતો ઓછો રસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

વેચાણ માટે મુકાયેલા અનેક જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં હિસ્સો ખરીદવા રોકાણકારોમાં દેખાતો ઓછો રસ

નવી દિલ્હી, તા. 07 માર્ચ, 2019, ગુરૂવાર

જાહેર ક્ષેત્રની ઓછામાં ઓછી બે કંપનીઓ પવન હંસ અને સ્કૂટર્સ ઈન્ડિયાના વ્યૂહાત્મક વેચાણ માટેના અંતિમ તબક્કામાં સરકાર આવી ગઈ છે. જો કે આ સિવાયની અન્ય કંપનીઓ જેમાં સરકારે પોતાના હિસ્સાને વેચવા કાઢયો છે તેમાં સરકારને ખાસ પ્રતિસાદ સાંપડયો નથી અને વેચાણ કરવામાં ંમુશકેલી અનુભવી રહી છે.

ડિસઈન્વેસ્ટમેન્ટ કવાયતના ભાગરૂપસરકારે જમીન અનેક કેટલીક અસ્કયામતોનું વેચાણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.  વેચાણમાં કેટલા ક જાહેર ક્ષેત્રના ઉપક્રમો ભાગ લેવાથી દૂર રહ્યા છે. ઈપીઆઈએલના કિસ્સામાં સરકાર બાંધકામ ક્ષેત્રની કંપની એનબીસીસીને સમજાવવામાં નિષ્ફળ રહી છે અને હવે તે ખાનગી ખેલાડીઓને આમંત્રિત કરી રહી છે.

ખોટ કરતા ૩૬ જેટલા સરકારી ઉપક્રમોને વેચાણ માટે નીતિ આયોગે ઓળખી કાઢયા છે, પરંતુ સરકાર તેમાં ધીમી ગતિએ આગળ વધી રહી હતી કારણ કે અમલદારો વેચાણની એવી પદ્ધતિ તૈયાર કરવા માગતા હતા જેમાં ભવિષ્યમાં શંકાને કોઈ સ્થાન ઊભું ન થાય. હવે વ્યૂહ તૈયાર કરાયા છે અને વેચાણ પ્રક્રિયામાં ઝડપ આવે તેવી સરકારને અપેક્ષા છે. 

સ્કૂટર્સ ઈન્ડિયા અને પવન હંસનું વેચાણ આગામી થોડાક સપ્તાહમાં હાથ ધરાવાની શકયતા હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. જો કે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર આમાં કેટલી સફળ રહે છે તે જોવાનું રહે છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2C8cEqs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages