ક્રુડ ઓઈલના ભાવમાં સ્થિરતા આવવાને પગલે દેશના મેન-મેડ ફાઈબર ઉદ્યોગની સ્થિતિમાં સુધારો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ક્રુડ ઓઈલના ભાવમાં સ્થિરતા આવવાને પગલે દેશના મેન-મેડ ફાઈબર ઉદ્યોગની સ્થિતિમાં સુધારો

મુંબઈ, તા. 07 માર્ચ, 2019, ગુરૂવાર

પોતાના પ્રોડકટસની કિંમતો નિશ્ચિત કરવાની ઉત્પાદકોની ક્ષમતા અને છેલ્લા કેટલાક સપ્તાહથી માગમાં થયેલા સુધારાને કારણે દેશના મેન-મેડ ટેકસટાઈલ ઉદ્યોગમાં સારા દિવસો આવવાની આશા જાગી છે. સ્થિતિમાં સુધાર માટે ક્રુડ તેલના ભાવમાં આવેલી સ્થિરતા ટેકારૂપ બની છે કારણ કે, સિન્થેટિક યાર્ન અને ફેબ્રિકના ભાવ ક્રુડ તેલના ભાવની દિશામાં જ ચાલે છે. ક્રુડ ઓઈલ તેમનો એકમાત્ર કાચો માલ છે.

- ઊંચા લેબર ખર્ચને પગલે ચીન દ્વારા ઉત્પાદન કાપને કારણે  પણ ભારતીય ઉદ્યોગને લાભ ાૃથવા વકી

૧લી ફેબુ્રઆરી બાદ ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૬૦ ડોલરની ઉપર જ જળવાઈ રહ્યા હોવાથી સિન્થેટિક યાર્ન, ફેબ્રિક અને ટેકસટાઈલ ઉત્પાદકોને  તેમના પ્રોડકટસના ભાવ લાંબા ગાળા માટે નિશ્ચિત કરવાની તક મળી છે.

ડિસેમ્બરના અંતે, ક્રુડ તેલના ભાવ ઘટીને ૫૦ ડોલરની અંદર ચાલી ગયા હતા, જ્યારે હાલમાં તે પ્રતિ બેરલ ૬૫ ડોલર આસપાસ બોલાઈ રહ્યા છે.

ક્રુડ તેલના ભાવમાં સ્થિરતાને કારણે દેશના મેન-મેડ ફાઈબર તથા યાર્ન ઉત્પાદકોને મોટી રાહત થઈ છે. નોટબંધી અને જીએસટીના અમલને કારણે આ ઉદ્યોગે ઘણું જ સહન કરવાનો વારો આવ્યો હતો એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. ડિસેમ્બર ત્રિમાસિક એકદમ વોલેટાઈલ રહ્યો હતો કારણ કે, ક્રુડના ભાવમાં ભારે વધઘટ રહી હતી. ક્રુડના ભાવમાં સ્થિરતાથી મેન-મેડ ફાઈબર તથા યાર્નના ઉત્પાદકોને લાભ થાય છે. મેન-મેડ ફાઈબર તથા યાર્નના ઘરેલું ઉત્પાદકો વિદેશની બજારમાં રહેલી તકોને ઝડપી લેવા આશાવાદ ધરાવે છે. 

ઊંચા લેબર કોસ્ટને કારણે ચીન આ જણસનું ઉત્પાદન ઘટાડી રહ્યું છે જેનો ભારતીય ઉત્પાદકોને લાભ થવાની વકી છે. ભારતમાં મહિને ૨૦૦ ડોલરની સરખામણીએ ચીનમાં લેબર કોસ્ટ વધીને ૧૧૦૦ ડોલર થઈ ગઈ હોવાનું આ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું. 

આ હકીકતને ધ્યાનમાં રાખી ભારતના મેન-મેડ ફાઈબર તથા યાર્નના ઉત્પાદકો પોતાની ક્ષમતાનું વિસ્તરણ કરવા જંગી ઈન્વેસ્ટમેન્ટની યોજના તૈયાર કરી રહ્યા છે. વિશ્વમાં ફાઈબરના કુલ વપરાશમાં ૭૦ ટકા વપરાશ મેન-મેડ ફાઈબરનો થાય છે અને કુદરતી ફાઈબરનો હિસ્સો માત્ર ૩૦ ટકા છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UpcRg7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages