ગાંધીનગર, તા.25 માર્ચ 2019,સોમવાર
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા સૌપ્રથમ વાર ઇવીએમ મશીનમાં રાજકિય પક્ષોના નિશાન, ઉમેદવાર નું નામ અને તેની સાથે ઉમેદવારનો ફોટો જોડવામાં આવ્યો છે. જેના કારણે મતદારોને પોતાના પ્રતિનિધિ ચુંટી કાઢવા સરળતાથી મતદાન કરી શકશે.
લોકશાહીના મહાપર્વ સામાન્ય ચૂંટણી લોકશાહી ઢબે યોજાય અને લોકો નિર્ભય બની તે મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા તૈયારી ઓ કરાઇ છે જોકે ઇવીએમમાં ઉમેદવારોના નામો અને રાજકીય પક્ષના નિશાન આવતા હોય પરંતુ અમુક અભણ મતદારો પોતાના માનીતા ઉમેદવારના નિશાનને લઇ અસમંજસમાં મુકાતા હતા.
ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં અભણ લોકો પોતાના માનીતા ઉમેદવારને સરળતાથી વોટ કરી શકે તે માટે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઇવીએમ મશીનમાં રાજકીય પક્ષોના નિશાન ઉમેદવારોના નામની સાથે ઉમેદવારોના ફોટા મુકવા માં આવશે. જેને લઇ મતદારોને પોતાના માનીતા ઉમેદવારની પસંદગી કરવામાં સરળતા રહેશે.
આમ આ લોકસભા ચૂંટણીમાં મતદાન સમયે ઇવીએમમાં ઉમેદવારોના નામ નિશાન અને ફોટા આવવા ના હોય ઉમેદવારોને તેમજ તંત્રને મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં સરળતા રહેશે જોકે અગાઉ ઇવીએમ મશીનમા માત્ર નામ ને નિશાન આવતા હતા. જેને લઇ મતદારોને મતદાન અંગે સમજાવવા પડતા હતા.
તેમ છતા કેટલાક વૃધ્ધ અને અભણ મતદારો નામ નિશાન અને ક્રમાંકના ચક્કરમાં આપવાનો હોય બીજાને આપી દેતા ત્રીજા ને તેવો ઘાટ ઘડાતો હતો. જ્યારે આ વખતે તો ઇવીએમ માં ઉમેદવારોના ફોટા દેખાવવાના હોય મતદારોને પણ ઉમેદવારની પસંદગી ને લઇ સરળતા સાંપડશે જેને લઇ મતદારો ની સાથે ચૂંટણી લડવા ઉત્સુકો માં આનંદની લાગણી જોવા મળી રહી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TXPb6A
No comments:
Post a Comment