સુઘડની 58 વર્ષીય મહિલા સ્વાઈનફ્લૂનો શિકાર બની - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

સુઘડની 58 વર્ષીય મહિલા સ્વાઈનફ્લૂનો શિકાર બની

ગાંધીનગર,તા.25 માર્ચ 2019,સોમવાર

ઉનાળની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ સ્વાઈનફ્લૂના કેસ દિનપ્રતિદીન પ્રકાશમાં આવી રહયા છે. જિલ્લામાં પ૦મો પોઝિટિવ કેસ આજે નોંધાયો છે. સુઘડની મહિલા પોઝિટિવ આવતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. 

સમગ્ર રાજ્યમાં ઉનાળાની આક્રમક ગરમી શરૂ થઈ ગઈ છે તેમ છતાં સ્વાઈનફ્લૂના એચવનએનવન વાઈરસ નિષ્ક્રીય થયા નથી. જેના કારણે ગરમીમાં પણ સ્વાઈનફ્લૂના કેસ વધી રહયા છે. ગાંધીનગરમાં આજે જિલ્લાનો પ૦મો કેસ નોંધાયો છે.

સુઘડમાં રહેતા પ૮ વર્ષીય મહિલાને ઘણા વખતથી શરદી, ખાંસી સહિતની તકલીફ જણાતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો ટેસ્ટ કરાવતાં સ્વાઈનફ્લૂનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઈને આ મહિલા દર્દીની સારવાર સઘન કરી દેવામાં આવી છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OArlId

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages