ગઇકાલની ઘટના બાદ કુલપતિ ગાંધીનગર પહોંચતા તર્ક-વિતર્ક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

ગઇકાલની ઘટના બાદ કુલપતિ ગાંધીનગર પહોંચતા તર્ક-વિતર્ક


ભાવનગર, તા. 29 માર્ચ 2019, શુક્રવાર

ભાવનગર યુનિવર્સિટીમાં ચાલી રહેલ પરીક્ષા દરમિયાન ગઇકાલે પ્રદેશ પ્રમુખનો પુત્ર ચોરી કરતા ઝડપાયા બાદ આજે બીજા દિવસે પણ આ મુદ્દો ટોક ઓફ ટાઉન રહ્યો હતો અને આજે કુલપતિ ગાંધીનગર દોડી ગયા હોવાનું જાણવા મળેલ છે.  જો કે, કેસીજીની બેઠકમાં ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ પરંતુ આ બેઠક સ્થળની બાજુમાં જ ઉચ્ચ શિક્ષણ ભવન છે ત્યારે પણ અનેક અટકળો ઉઠવા પામી છે.

શહેરની એમ.જે. કોલેજમાં ગઇકાલે બી.સી.એ. સેમ-1માં અભ્યાસ કરતા મીત જીતુભાઇ વાઘાણીને 27 કાપલી સાથે બ્લોક સુપરવાઇઝર તથા સ્થળ સંચાલકની હાજરીમાં ઝડપી લઇ કોપીકેસ કરાયો હતો અને યુનિવર્સિટીમાં જાણે સન્નાટો મચી જવા પામ્યો હતો. આજે બીજા દિવસે પણ આ મુદ્દો ટોક ઓફ ટાઉન રહ્યો હતો.

ગઇકાલે બનેલા બનાવ બાદ તુરત જ આજે નવા નિમણૂંક પોલ વાઇસ ચાન્સેલર ગાંધીનગર દોડી જતા અનેક તર્ક-વિતર્ક ઉઠવા પામ્યા હતા. જો કે, વી.સી. કેસીજીની બેઠકમાં હાજરી આપવા ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. પરંતુ એક તબક્કે કેસીજીની બેઠક સ્થળની બાજુમાં જ ઉચ્ચ શિક્ષણ ભવન હોય ગઇકાલના મામલે કોઇ બેઠક મળી હોય કે કેમ તેવી પણ વ્યાપક ચર્ચાએ જોર પકડયું છે. દરમિયાનમાં કોપીકેસ કરનાર નિરીક્ષકો પર પણ દાવ ખેલાશે અને પગલા લેવાયા સુધીના મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U769PY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages