આવક નહીંવત છતાં વેચાઈ રહ્યો છે કેરીનો રસ! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

આવક નહીંવત છતાં વેચાઈ રહ્યો છે કેરીનો રસ!


ભાવનગર, તા. 29 માર્ચ 2019. શુક્રવાર

ઉનાળાની કાળજાળ ગરમીમાં સાતે કોઠે ટાઢક આપતા ફળોના રાજા કેરીના આગમનને હજુ એકાદ પખવાડિયું વિતી જશે. ઓણ સાલ કેરીની સિઝન થોડી મોડી શરૃ થશે. તેથી કેરીની આવક નહીંવત હોવા છતાં પણ શહેરમાં ઠેર-ઠેકાણે કેરીના રસનું વેચાણ થઈ રહ્યું છે. જે બાબતે આરોગ્ય તંત્રએ પગલા ભરવા જરૃરી બની ગયા છે.

સ્વાદશોખીન ભાવેણાંવાસીઓ દર વર્ષે ઉનાળાની સિઝનમાં કરોડો રૃપિયાની કેરી ઝાંપટી જતા હોય છે. સામાન્ય રીતે માર્ચ એન્ડીંગમાં કેરીની થોડી આવક શરૃ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે એકલ-દોકલ વેપારીઓની દુકાન-લારીને બાદ કરીએ તો હજુ બજારમાં કેરી દેખાતી નથી. વેપારીઓનું કહેવું છે કે, ૧૫ એપ્રિલ બાદ ધીમે ધીમે કેરીની આવક થવા માંડશે. એટલે કે કેરીના શોખીનોએ હજુ વિસેક દિવસ જેટલી રાહ જોવી પડશે. સિઝનની શરૃઆતમાં કેરીનો ઉંચો રહેશે તેમ વધુમાં ઉમેર્યું હતું.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FBvbwu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages