ભુજ, ગુરૃવાર
ભુજ શહેરમાં ગઈકાલે શિક્ષણ સંકુલમાં પૂર્વ નગર સેવક પર જીવલેણ હુમલાની ઘટના બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ભુજીયા તળેટી વિસ્તારમાં હિાથયાર લઈને ફરતા છ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ શહેરના ભીડનાકા વિસ્તારમાં દુકાનમાં તોડફોડ કરનારા ૧ર ઈસમો સામે ભુજ બી ડીવીઝન પોલીસ માથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આરટીઓ રીલોકેશનાથી ભુજીયા ડુંગર તરફ જતાં માર્ગ પર એસઓજીની ટીમે અલ્તાફ અબ્દુલ્લા મોખા, મામદ ઓસમાણ સમા, ઈસ્માઈલ તાર મામદ ચાકી, રહેમતુલ્લા ભચુ સુમરા, અબ્દુલ્લા હાસમ સમા અને જાવેદ હુસેનને પકડી પાડયા હતા. તેઓ કાર નંબર જી.જે.૧ર સી.જી. ૭૮૬૭માં જતા હતા ત્યારે ફિલ્મી ઢબે પોલીસે પકડી પાડયા છે. તેઓ પાસેાથી ધારીયા, કુહાડી, પાઈપ અને તલવાર જેવા પ્રાણઘાતક હિાથયારો મળી આવ્યા છે. કલેકટરના હિાથયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા જુદી જુદી કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે ઝડપાયેલા શખ્સોએ ભીડનાકા વિસ્તારમાં કાર નંબર જી.જે.૧ર ૭૮૬૭માં આવીને સોહેબ રમજુભાઈ હિંગોરાની રેસ્ટોરંટમાં તેમજ તેમના કાકાની દુકાનમાં કુહાડી, ધારીયા, પાઈપ વડે તોડફોડ કરીને નુકશાની કરી હતી તેમજ રોકડ રૃા.૩પ૦૦, પાનના ગલ્લામાંથી ૩ હજારની લૂંટ કરીને આ ઈસમો નાસી છુટયા હતા તેવું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. આ ફરિયાદમાં અલ્તાફ મોખા, બાબુ સમા, વહાદ અબ્દુલ્લા, ઈસ્માઈલ ઉર્ફે લડુ, હસન સિાધીક ભટ્ટી, મમભા બકાલી, હસીમ બકાલી તેની સાથેના પાંચ ઈસમોના નામો લખવાયા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FL3iDe
No comments:
Post a Comment